________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૬૪
અધ્યાત્મ મહાવીર હૃદયની શુદ્ધતા જાળવે. અહંકાર કે ક્રોધને વશ થઈ એકદમ સાહસ ન કરે. લેભથી કે મેહથી અન્યાય, જુલ્મ કે હિંસા ન કરે. કામના મેહને તાબામાં રાખે અને પરસ્ત્રીઓના રૂપરંગમાં મૂંઝાએ નહીં. સ્વસ્ત્રિી સાથે સ્વાધિકારે ગ્ય બ્રહ્મચર્યથી વર્તો. કોઈના બૂરાને વિચાર ન કરો. દેશ, સંઘ, રાજ્ય, અને ધર્મની પડતી થાય એવા પ્રમાદેથી કરડે ગાઉ દૂર રહે. પિતાના હિતચિંતકોનું શ્રેય કરે. કોઈપણ બાબતને ચારે બાજુએથી તપાસ કરી ન્યાય કરે. મનુષ્યની પરીક્ષા કરે. વિશ્વાસ્ય હોય તેના પર વિશ્વાસ મૂકો અને ખબરદારીથી વર્તો. અતિ વિનયી અને ઘણું ખુશામત કરનાર તરફ તેની ખાનગી બાબતોની તપાસ રાખી વર્તો. પ્રામાણિક ગુપ્ત મનુષ્યો દ્વારા સ્વ-રાજ્યનું તથા પર–રાજ્યનું ગુપ્ત સ્વરૂપ જાણે અને વ્યસન તેમ જ દુર્ગુણથી કરોડો ગાઉ દૂર રહે. વેશ્યા તથા વ્યભિચારી સ્ત્રીઓને હિતશિક્ષા કરો અને તેઓના ફંદમાં ફસાઓ નહીં. સર્વ પ્રજાને એકસરખો ન્યાય આપે. દુષ્ટ, દુર્જન અને પ્રપંચીઓથી સદા સાવધાન રહે.
અલ્પ દોષ અને મહાધર્મને લાભ થાય એવી રીતે રાજ્ય પ્રવર્તા. રાજ્યને સાધન માને, પણ રાજ્ય સાધ્ય છે એમ માની મારી ભક્તિથી વિમુખ ન થાઓ. કુટુંબ અને જ્ઞાતિના દ્રોહથી દૂર રહે. શુદ્ર લોકોને ધિકકાર નહીં. મનુષ્યજાતિ મુક્તિ પામી શકે છે એવો વિશ્વાસ રાખો. સર્વ જાતીય મનુષ્યને ધાર્મિક શિક્ષણ આપે. મનુષ્યજાતિને અસ્પૃશ્ય ન માન. પશુઓ અને પંખીઓ કરતાં મનુષ્યો અનંતગણું મેટા છે. મનુષ્યજાતિનું સર્વથા રક્ષણ કરે. મારા પર પૂર્ણ શ્રદ્ધા અને પ્રેમ રાખનારા ભક્તોને મારી પેઠે સન્માન. સાધુ, બ્રાહ્મણ, ધર્મગુરુ, કન્યા, સ્ત્રી, ગૌ, બાળની હત્યા ન કરે. ગમે તેવા કોધાદિક પ્રસંગે પ્રાપ્ત થાય તે પણ મનની સમાનતા જાળવી અનીતિ અને અધર્મથી દૂર રહો. સરળ મનુષ્ય
For Private And Personal Use Only