________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જગન્નાથતીર્થનું માહાસ્ય અને ધર્મોપદેશ ધમી મનુષ્યને અધમીઓ તરફથી સહેવું ન પડે તે માટે સદા શસ્ત્રબદ્ધ તૈયાર રહો. પ્રજાને પ્રેમથી ચાહો. પ્રજા કરતાં તમે ઉચ્ચ નથી. પ્રજાની સારસંભાળ રાખવા માટે તમે મનુષ્યના સેવક છે, એમ જાણે પ્રજાની સાથે વર્તો. પિતાનામાં જે જે દોષ હોય તે દેખીને દૂર કરે. જૂઠી ખુશામતથી દૂર રહો. મહાત્માઓની સંગતિ કરો. ધનના લોભથી અન્યાયી ન બનો. જૂઠી મોટાઈથી અને જૂઠી પ્રશંસાથી દૂર રહો. ઈર્ષાથી કોઈની નિંદા ન કરો. વરરૂપી દાવાગ્નિ સળગે એવા અપરાધેની પરસ્પર ક્ષમા માગે અને એકબીજાને ખમાવો. ગમે તેવા વૈરને પણ મારી ખાતર ભૂલી જાઓ અને પ્રેમથી વિરને ખમા.
આર્યાવર્તાનું રક્ષણ કરે. અન્યાયી દુશ્મનનાં આક્રમણ પ્રસંગે ગમે તેવા વૈરવિરોધ ભૂલી જાઓ અને પરસ્પર એકબીજાને સહાય કરે. પિતાના સ્વાર્થો કરતાં પ્રજાઓના પરમાર્થો પર વિશેષ પ્રેમ રાખો. પ્રજાઓમાં હું છું, પ્રજા અને દેશની સેવા તે અપેક્ષાએ મારી સેવા છે, પ્રજા અને દેશને દ્રોહ કરે તે મારો જ દ્રોહ છે, પ્રજા પર ભેદભાવની દષ્ટિ રાખવી તે મારા તરફ ભેદભાવની દષ્ટિ છે.
પ્રજાઓએ રાજાઓને આત્મવત્ દેખવા અને દેશ, સંઘ તેમ જ રાષ્ટ્રના કાર્યમાં સ્વાધિકારે ભોગ આપ. પ્રજાના હિતમાં બેદરકાર ન રહેવું. ગરીબમાં ગરીબ મનુષ્યની પણ સંભાળ લેવી અને તેને સહાય કરવી. ધર્મતીર્થો, જૈન મંદિરો અને સાધુઓ તથા સાધ્વીઓની સેવાભક્તિ અને રક્ષામાં દેશકાળાનુસારે ઉત્સા કે આપત્તિધર્મ પ્રમાણે વતી રવાધિકારની ફરજ અદા કરવી. આવક પ્રમાણે ખર્ચ કરવું. પ્રજાસંઘની સલાહ લઈ રાજ્યનાં કાર્યો કરવાં. પ્રજાની સલાહથી ધર્યું યુદ્ધોમ પ્રવર્તવું. જૈન સંઘની ઉન્નતિ કરવી અને અન્ય ધમીઓને અન્યાય ન કરવો. આત્માની તરફ મન રાખીને
For Private And Personal Use Only