________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૬૨
અધ્યાય મહાવીર ધિકારવામાં પિતાને ધિક્કાર અનેક રીતિએ પ્રગટે છે તેમ જાણે. સ્ત્રીઓથી વંચાવે નહીં તેમ સ્ત્રીઓને વંચે નહીં. રાજાઓમાં પરસ્પર સુલેહસં૫, પ્રેમ, શાન્તિ કાયમ રહે. એવી રીતે વર્તે.
પાપકર્મમાં એક ડગલું ભરતા પૂર્વે કરડે વખત વિચાર કરે અને પાછા હટે. અહંકાર અને ક્રોધને એકદમ પ્રગટતો. વાર. કપટ ત્યાં અંતે ચપટ છે, માટે કેઈની ભૂમિ, લક્ષ્મી, સત્તાને અન્યાયથી પચાવી પાડવાનું કપટતંત્ર ન કરો. તમારી પ્રજાને આત્મવત્ ગણવાથી અને તે પ્રમાણે પ્રવર્તવાથી તમારી મુક્તિ છે. તમારી પ્રજાનો વિશ્વાસઘાત ન કરે. પ્રજાને કનડવામાં કે સંતાપવામાં રાજાને અધ:પાત થાય છે. કોઈપણ રાજાનું રાજ્ય પચાવી પાડવાની પ્રવૃત્તિથી અંતે આર્યાવર્તમાં રાજાઓની અવનતિ છે, માટે અવનતિને જાતે ન બેલા. રાજાઓ! તમે પરસ્પર સંપીને વર્તે. ક્ષમાં રાખીને તમે ઉન્નતિ પામી શકશે. સૈન્ય વગેરેના બળથી અન્યાય, જુલમ, ખૂન વગેરે પાપકર્મની પ્રવૃત્તિ ન કરો. આર્ય રાજાઓની પેઠે તમારું આર્યરાજયત્વ સંરક્ષે અને અનાર્યપણું સ્વીકારો. નહીં. સત્ય વ્યવહારથી વર્તો.
“જે રાજાઓ મારી આજ્ઞા પ્રમાણે ધર્માર્થે તેમ જ નિયમિત આજીવિકાદિ દષ્ટિએ મનુષ્યોની સેવારૂપ રાજ્ય કરે છે મારી તેઓને અણધારી સહાય મળે છે. જેઓ અધર્મરીતિએ રાજ્ય કરે છે તેઓની વંશપરંપરા કાયમ રહેતી નથી અને તેઓનું રાજ્ય અ૫ કાળમાં ટળી જાય છે. નીતિ વિનાનું રાજ્ય તે રાક્ષસી રાજ્ય છે. મનુષ્યને અધર્મ કરતાં અટકાવવા માટે અને તેમને ખાવાપીવાની વ્યવસ્થામાં સહાય કરવા માટે રાજ્ય છે. મનુષ્યની સ્વાભાવિક સ્વતંત્રતાને નાશ કરવા માટે રાજ્ય અગર રાજા નથી, એમ ખાસ સમજીને રાજ્ય કરે. જૈન ધર્મને પ્રચાર કરવામાં સાધુઓ અને બ્રાહ્મણોને સહાય આપે..
For Private And Personal Use Only