________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જગન્નાથતીર્થનું માહાય અને ધર્મોપદેશ
૨૬૧ સ્થાપશે અને મારામાં પૂર્ણ વિશ્વાસવાળા જેને વિશ્વમાં જયવિજયને વરશે. અન્ય ખંડના મનુષ્યો જ્યારે મારા પર શ્રદ્ધાપ્રેમ ધારશે ત્યારે તેઓ અહીં વસીને જૈનધર્મી બનશે અને મારી આરાધનાથી સ્વતંત્ર અને સુખી થશે, એમાં લેશમાત્ર શંકા ન કરે.
“હે રાજાઓ, આ તીર્થમાં એક પાપકર્મ કરવાથી લાખ ગણું પાપકર્મના ફળને આપનારું થાય છે. અહીં એક સાધુને દાન દેવાથી લાખે સાધુઓને દાન આપવા જેટલું ફળ થાય છે. ત્રેવીસમા તીર્થંકર શ્રી પાર્શ્વનાથદેવે અહીં આવી જગન્નાથતીર્થને ભવ્ય લોકો આગળ મહિમા વર્ણવ્યો હતો. પ્રભુ પાર્શ્વનાથના ચિહ્નરૂપ સર્ષની પૂજા કરવાવાળી જાતિ અહીં વર્ષમાં એકવાર યાત્રાથે મહોત્સવ પ્રસંગે આવે છે. જેનધર્મ પ્રવર્તક એવા મારી પટ્ટપરંપરામાં થનારા આચાર્યો પૈકી આચાર્યની ગાદી અહીં સ્થાપિત રહેશે. આર્યાવર્તની ચારે દિશાએ ત્યાગી આચાર્યોની ચાર ગાદીએ સ્થપાશે અને સર્વ વિશ્વમાં જેનધર્મને એકવાર ખૂબ ફેલાવો થશે.” રાજાઓને ધર્મોપદેશ :
પ્રભુએ રાજાઓને કહ્યું કે, “તમે અપ્રમત્ત બની, સેવાભક્તિ-જ્ઞાનની આરાધના કરી શિવપદને પામો. હે રાજાઓ ! તમે વિષયોને વિશ્વની પેઠે સમજીને તેની આસક્તિને મનથી દૂર કરે. સંત, સાધુ, બ્રાહ્મણ, કન્યા અને ગામનું રક્ષણ કરવા તૈયાર રહો અને ત્યાગી, સંત, બ્રાહ્મણાદિકના રક્ષણમાં કાયાના નાશની ભીતિને પરિહરી ધમ્ય યુદ્ધને સ્વીકારે. સાધુ ઓની સેવામાં કાયાદિકનું સ્વાર્પણ કરે. નીતિથી આજીવિકા ચલાવે. ઉદાર મનના થાઓ. જેમ બને તેમ મન, વાણી, કાયાથી અન્ય જીવેનું ભલું કરવા પ્રયત્ન કરે. અશક્ત અને અનાથ લેકેની સેવા અને રક્ષા જાતે કરો. સ્ત્રીવર્ગને તિરસ્કાર ન કરો અને સ્ત્રીવર્ગની જ્ઞાનાદિકથી ઉન્નતિ કરો. માતાઓને
For Private And Personal Use Only