________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અધ્યાત્મ મહાવીર જાપ જપશે, મારું સ્મરણ કરશે, મારું ધ્યાન ધરશે, ત્યારે આ ભૂમિનું પવિત્ર વાતાવરણ ખીલશે અને અપવિત્ર વાતાવરણ ટળી જશે. આ ભૂમિમાં હિંસાના યજ્ઞ થશે ત્યારે આ ભૂમિમાં અપવિત્ર, હિંસક, મિથ્યા દેવદેવીઓને વાસ થશે. તેઓ લોકો પાસે પાપ કરાવવાની પ્રેરણા કરશે. તેથી લોકે વ્યભિચારી, જૂઠા, ચેર, હિંસક, વિશ્વાસઘાતી, તમે ગુણ નાસ્તિક, મિથ્યાધર્મવાળા બનશે. પુનઃ અહીં જેનો પ્રગટશે અને મારા સત્ય વિચારોનો પ્રવાહ વહેવડાવશે ત્યારે અધર્મ અને અપવિત્ર વાતાવરણને નાશ થશે.
અહીં એક જૈનને જમાડ્યાથી લાખે તીર્થોની યાત્રા કરવાનું ફળ થાય છે. અહીં એકવાર મારું નામ જપવાથી સર્વ પ્રકારની હત્યાઓનો નાશ થાય છે. અહીં એક ઉપવાસ કરવાથી લાખો ઉપવાસ કરવાનું ફળ મળે છે. અહીં મારું ધ્યાન ધરવાથી અવશ્ય મારો સાક્ષાત્કાર થાય છે. અહીં એક મનુષ્ય વા જીવને અભયદાન આપવાથી લાખો મનુષ્ય વા જેને અભયદાન આપ્યા જેટલું ફળ થાય છે. અહીં આવીને જેઓ મારા આપેલા ઉપદેશનું સ્મરણ કરશે તેઓ ગમે તેવા પાપી હશે તો પણ છેવટે ધમી બનશે. અહીં ગરીબ લોકોને અન્નવસ્ત્ર આપવાથી લાખોગણું ફળ થાય છે. અહીં અહિંસા, સત્ય આદિના યજ્ઞો કરવાથી અનંતગણું ફળ થાય છે. ”
પ્રભુએ જાહેર કર્યું કે, “એકવાર આ તીર્થ જૈન સંઘથી રહિત કેટલાક કાળ સુધી રહેશે. જૈન સંઘ વિનાના જગન્નાથ તીર્થમાં અધર્મ પ્રવર્તશે. તેથી આ દેશ એકવાર પરતંત્ર થશે. પુનઃ જૈન સંઘ જ્યારે અહીં આવી મારા નામનો જપયજ્ઞ કરશે, મારી મૂતિને સ્થાપશે, ત્યારથી પરતંત્રતાનાં બંધને તૂટવા માંડશે અને સ્વતંત્રતા વધશે. પરાકમી લેકે પ્રગટશે. કલિયુગમાં મારા ભક્ત જૈને અહીં પાછા આવશે અને અહીં આત્મબળ વગેરે સર્વ બળને પ્રગટાવીને સ્વાતંત્ર્યનું સામ્રાજ્ય
For Private And Personal Use Only