________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩. જગન્નાથતીર્થનું માહાસ્ય અને ધર્મોપદેશ
પ્રભુએ જગન્નાથતીર્થમાં વિહાર કર્યો. અંગ, અંગ, અને ચેદિ દેશના રાજાઓ, પ્રધાને તથા ઉત્તમ ગૃહસ્થો વગેરે જગન્નાથપુરીમાં ચંદ્રપ્રભુ તીર્થંકરની પ્રતિમાનાં દર્શન-વંદન કરવા સારુ આવ્યા હતા. આધ્રદેશ રાજા પણ દર્શન કરવાને આવ્યો હતો. ચૌલરાજા પણ દર્શન-પૂજનાર્થે આવ્યો હતો. સર્વ રાજાઓ વગેરેને પરમેશ્વર મહાવીરદેવના આગમનની ખબર પડી. તેથી તેઓ અત્યંત હર્ષાયમાન થયા અને પ્રભુ પાસે ગયા. તેઓએ પ્રભુને વિધિપૂર્વક વંદના કરી અને પ્રભુનું પૂજન કર્યું. તે સમયે બ્રહ્મદેશને તથા હયદ્વીપનો એમ બન્ને દેશના પૂર્વ દેશીય રાજા આવ્યા. તેમનાં વહાણ દરિયાકાંઠે નાંગર્યા હતાં. તે બન્નેએ પ્રભુ મહાવીરદેવનું વંદન-પૂજન કર્યું. સર્વે રાજાઓ વગેરેએ પ્રભુને વિનયપૂર્વક વંદન-નમન કરી જગન્નાથતીર્થનું પ્રાચીનત્વ તથા માહાસ્ય પૂછ્યું. જગન્નાથતીર્થનું માહાસ્ય :
પ્રભુ મહાવીરદેવે કહ્યું કે, “અહીં આઠમા તીર્થંકર શ્રી ચંદ્રપ્રભુનું સમવસરણ થયું હતું. પ્રભુ ચંદ્રવિભુએ અહીં એક પાપી પુરોહિતને પ્રતિબધી ધમી બનાવ્યો હતો તથા અહીં વસનારા હજારો રાક્ષસને પોતાના ધમીભક્ત બનાવ્યા હતા. જવાલા માલિની નામની દેવીને પ્રતિબોધી તેને ભક્તાણી બનાવી હતી. તેમણે અહીંની ભૂમિને સર્વ જગમાં તીર્થ જેવી બનાવી. તેથી સર્વ લોકોએ આ તીર્થનું નામ જગન્નાથતીર્થ સ્થાપ્યું. ત્યાં આકાશથી વાતો કરે એટલું ઊંચું એક મહાન
For Private And Personal Use Only