________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માનવજન્મની દુર્લભતા
૨પ૭ અને મન ૫ર્ય વિજ્ઞાનની પ્રાપ્તિ થાય છે અને છેવટે કેવળજ્ઞાનની પણ પ્રાપ્તિ થાય છે.
આત્મામાં લયલીન થતાં મનના દેશો અને વાસનાઓને ક્ષય થાય છે અને તેથી આત્મા પોતાના શુદ્ધ સ્વરૂપથી પ્રકાશે છે. તે આત્મા તે જ પરમાત્મા છે. નાગદત્ત રાજા હવે તેવા કેવળજ્ઞાની પરમાત્મા થશે અને મારા સર્વ ભક્તોમાં તે પ્રથમ રાજર્ષિ ભક્ત તરીકે ગણાશે.
મધ્યદેશના લોકે! તમો નાગદત્તની સેવાભક્તિ કરો. તે જૈન ધર્મને સર્વ દેશમાં પ્રચાર કરવા કેવળી થઈ વિહાર કરશે. તેઓ અનેક મનુષ્યને ઉદ્ધાર કરશે.”
પ્રભુએ તદેશીય લોકોને સર્વ પ્રકારના મહાત્માઓની સેવાભક્તિ કરવાની આજ્ઞા ફરમાવી. ના અંદર રાજાએ પ્રભુને વંદન-પૂજન કર્યું તથા લોકોએ પ્રભુનું શરણ સ્વીકાર્યું અને પ્રભુના ખરા ભક્ત બન્યા. પ્રભુએ સર્વ લોકેને અભય આપ્યું અને ત્યાંથી વિહાર દેશમાં વિહાર કર્યો. પ્રભુએ ત્યાં ઘણું વિહાર કર્યા તેથી તે દેશનું નામ તે જ વખતમાં ત્યાંના લોકોએ વિહાર તરીકે પ્રસિદ્ધ કર્યું. વિહાર દેશમાં આગમન :
વિહાર દેશમાં પ્રભુએ અનેક સ્થળે મુકામ કર્યો અને પંડિતોને તથા અજ્ઞાનીઓને પ્રભુએ તાર્યા. પિતાના શત્રુ બનીને સામાં આવેલા લોકોને પ્રભુએ ભક્ત બનાવ્યા. પ્રભુએ અનેક લોકોને અહિંસા અને સત્યધર્મ શીખવ્ય, સ્ત્રીઓને સતીધર્મનું શિક્ષણ આપ્યું અને તેમને ભક્તિગ સમર્પો.
For Private And Personal Use Only