________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫૬
અધ્યામ મહાવીર વ્યવહાર હોય છે. જે અપ્રમત્ત ત્યાગીઓ બને છે તે કેવળ જ્ઞાની થાય છે. કેટલાક કેવળજ્ઞાનીઓ જાહેરમાં કેવળજ્ઞાનીઓ છે એમ જણાય છે અને કેટલાક જાહેરમાં જણાતા નથી. કેટલાક કેવળજ્ઞાનીઓ ભવ્ય લેકેને ઉપદેશ આપે છે અને કેટલાક કેવળજ્ઞાનીઓ ઉપદેશ આપતા નથી.
“અપ્રમત મહાત્માઓ પડાવશ્યકાદિ ક્રિયા કરતા નથી. કેટલાક અપ્રમત્ત મહાત્માઓ ઔપદેશિક પ્રવૃત્તિને સેવે છે અને કેટલાક સેવતા નથી. કેટલાક ગુપ્ત રહે છે, કેટલાક ગડા જેવા બની વિચરે છે અને કેટલાક જાહેરમાં ઉપદેશાદિ સત્કર્મ કરે છે. કેટલાક ત્રિજ્ઞાની મહાત્માએ વનમાં રહે છે, કેટલાક ઘરમાં હોય છે, કેટલાક મંડળમાં રહે છે, કેટલાક એકાકી ફરે છે, કેટલાક આકાશમાગે ફરે છે, કેટલાક ગુફાઓમાં રહે છે. શ્રુતજ્ઞાનધારી કેટલાક મહાત્માઓ વનમાં રહે છે. કેટલાક ગામમાં રહે છે, કેટલાક સમુદ્રમાં રહે છે, કેટલાક આકાશયાનથી, કેટલાક વાહનથી, કેટલાક પાદવિહારથી દેશદેશ, ખંડ ખંડ, દ્વીપે દ્વીપ વિચરે છે. કેટલાક એક જ સ્થાનમાં રહી જિદગી પૂરી કરે છે તે કેટલાક ફરતા ફરી જિંદગી પૂરી કરે છે. કેટલાક સરેવર, નદી કે સમુદ્રકાંઠે શૌચકર્મ કરે છે અને ફળાદિ આહારથી શરીરનું પોષણ કરે છે. કેટલાક ભિક્ષા વડે પિંડનું પિષણ કરે છે. કેટલાક મહાત્માએ ખપ પડતાં વસ્ત્ર ધારણ કરે છે, કેટલાક ખપ પડતાં વસને પણ ધારણ કર્યા વિના દુઃખ સહી જીવે છે. કેટલાક મહાત્માએ એકાકી રહે છે. કેટલાક મહાત્માઓ કેશનું લુંચન કરે છે. કેટલાક મૂંડાવે છે, કેટલાક કતરાવે છે. કેટલાક વાયુ કે જળનું જ સેવન કરીને રહે છે. કેટલાક ફક્ત વનસ્પતિનું સેવન કરીને આત્મધ્યાન ધરે છે. એમ અનેક પ્રકારના આચારવાળા મહાત્માઓ કેવળજ્ઞાન પ્રાપ્ત કરવા આત્માનું ધ્યાન ધરે છે. આત્માનું ધ્યાન ધરતાં આત્માની શુદ્ધતા વધતી જાય છે અને તેથી પરમાવધિજ્ઞાન
For Private And Personal Use Only