________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માનવજન્મની દુર્લભતા
૨૫૫ સમભાવથી વર્તે છે અને હું-તુંના મિથ્યા ભેદભાવથી ન્યારા રહે છે. જેઓ આત્મામાં પ્રકૃતિના ગુણધર્મ કે દોષને દેખવાની વૃત્તિથી રહિત થાય છે તેઓ આભામાં મન રાખીને સર્વત્ર આત્મભાવથી દેખે છે અને આત્માના આનંદના ભોગી બને છે. તેથી તેઓને વિષયમાં સુખની બુદ્ધિ અથવા દુઃખની બુદ્ધિ રહેતી નથી.
રાગદ્વેષવૃત્તિને સર્વથા નાશ થવાથી સૂર્ય જેમ વાદળાં રહિત શેભે છે તેમ આત્મા અનંત સ્વરૂપથી વિલસી રહે છે. પશ્ચાતું આયુષ્ય કર્મ અને અન્ય વેદનીય, નામ તથા ગોત્ર કર્મની સ્થિતિ પર્યત વિશ્વમાં દેહને ધારે છે. તેઓની પાસેથી આસન્ન ભવ્ય ભક્તોને આત્મજ્ઞાનનો લાભ મળે છે. કેવળજ્ઞાન પામવાની પૂર્વે આત્મામાં એટલી બધી લીનતા થાય છે કે જેથી દુનિયાને ઘોર નિદ્રાની પેઠે ભૂલી જવાય છે. પશ્ચાત્ કેવળજ્ઞાન થતાં સર્વ વિશ્વનું જ્ઞાન થાય છે. કેવળજ્ઞાનની પૂર્વે આત્માને જે અનુભવજ્ઞાન થાય છે તે શબ્દનયની દષ્ટિએ કેવળ જ્ઞાન અને જીવન્મુક્તદશા જેવું છે. તેથી કેટલાક ઋષિઓ તે જ્ઞાનને કેવલ્યજ્ઞાન અને જીવન્મુક્તદશા કહે છે. અપેક્ષાએ શબ્દનયની દષ્ટિએ એમ કહેવું પણ યોગ્ય છે. અપેક્ષાએ શ્રુતજ્ઞાની પણ કેવળજ્ઞાની છે. માટે સર્વજ્ઞની પેઠે શ્રુતજ્ઞાની અને અનુભવ જ્ઞાનીની સેવાભક્તિ કરવી.
હે નાગદત્ત રાજન! તને અનુભવજ્ઞાન, આત્મજ્ઞાન પ્રગટયું છે. તેને પરમાત્મપદ પ્રાપ્ત થશે. નાગહદદેશીય ભક્તો ! તમે નાગદત્ત વિદેહી રાજાની પિઠે નિલેપ રહેવા પ્રયત્ન કરો. કેવળજ્ઞાન પામ્યા બાદ સર્વદેશીય પ્રત્યક્ષજ્ઞાની થવાય છે. કેવળજ્ઞાન પછી કઈ ઉત્તર જ્ઞાન નથી. તમારા રાજા નાગદત્ત કેવળજ્ઞાન પામશે અને તે મારા શાસનમાં પ્રથમ મુક્ત થશે. કેવળજ્ઞાનીઓ ચાર અઘાતી કર્મની સ્થિતિ સુધી સંસારમાં રહે છે. કેવળજ્ઞાન પામ્યા બાદ ત્યાગાવાનો વેષ કે
For Private And Personal Use Only