________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫૪
અધ્યાત્મ મહાવીર ન્યારો અનુભવે છે. નમિ વિદેહી અને જનક વિદેહીની પેઠે તે સર્વ કર્મો કરવા છતાં નિરાસક્ત બન્યા છે. પૂર્વ ભવમાં તે આત્માનું ઘણું ચિંતવન કર્યું છે, તેથી તું આ ભવમાં ગુરુને બધ થતાં સહેજે આત્મજ્ઞાની બને છે. તું મૃત્યુ પહેલાં કેવળજ્ઞાન પામીશ.
આત્માની સાથે મન અને બુદ્ધિને સંબંધ છે. આત્માનાં મન, બુદ્ધિ એ હથિયાર છે. મન-બુદ્ધિને રાગશ્રેષાદિ વૃત્તિઓ સાથે સંબંધ હોય છે ત્યાં શુદ્ધ જ્ઞાન એટલે કે કેવળજ્ઞાન પ્રગટતું નથી. રાગ દ્વેષની વૃત્તિઓ સર્વથા પ્રકારે ક્ષીણ થતાં આત્મામાં કેવળજ્ઞાન, જે તિરભાવે રહેલું છે તે, આવિર્ભાવે થાય છે. આત્માથી અન્ય એવા પ્રકૃતિના ગુણધર્મોથી આત્માનો પ્રકાશ થતો નથી. આમાથી આભાને પ્રકાશ થાય છે. તે વિના અન્ય માર્ગ નથી. શ્રવણ કરેલાં તો અને વાંચેલા તોથી કંઈ હદયની શુદ્ધિ થતી નથી અને હદયની શુદ્ધિ થયા વિના કેવળજ્ઞાન કે પરમાત્મવ આવિર્ભાવ પામતું નથી. નામરૂપના મેહરહિત થવું એ દુનિયાને ભૂલવાનું છે. દુનિયાને એક વાર ભૂલી જવી. નામરૂપ અને દેહાધ્યાસને ભૂલી જ. પશ્ચાત્ હૃદયની શુદ્ધિ થતાં પરબ્રહ્મને હૃદયમાં પ્રકાશ થાય છે.
હદયની શુદ્ધિ કરવામાં તર્કવાદ, તત્ત્વવાદ, ધર્મ વિવાદ વગેરેની જરૂર નથી. અમુક ધર્મ ના અમુક પુસ્તક વા અમુક મત સત્ય છે અને બીજા અસત્ય છે, એવી માન્યતાઓમાં મધ્યસ્થ બનીને આગળ વધવાથી આત્માની શુદ્ધિ થાય છે અને પશ્ચાત્ વાસ્તવિક આત્મજ્ઞાનથી સર્વ પદાર્થોને યથાતથ દેખવામાં આવે છે. જે વસ્તુને પહેલાંથી યથાર્થ ન દેખી હોય તે બાબતની તકરારમાં ન પડતાં મનની શુદ્ધિ કરવા તરફ લક્ષ દેનારાઓ પરમાત્મસ્વરૂપને જલદીથી દેખે છે. જેઓ કેવળજ્ઞાન પામવા માટે લાયક હોય છે તેઓ સર્વ વિશ્વમાં
For Private And Personal Use Only