________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨. માનવજન્મની દુર્લભતા પ્રભુ મહાવીરદેવ ત્યાંથી મધ્યદેશમાં વિંધ્યાચલ પર્વત પાસેના નાગહદ નગરના ઉદ્યાનમાં પધાર્યા. નાગહદ નગરના ઉરગવંશી નાગદત્ત રાજાએ સર્વ પ્રજા સહિત આવીને પ્રભુ મહાવીરદેવને નમન કર્યું. તે પ્રભુનું પૂજન કરી પ્રભુની આગળ બે હાથ જોડી બેઠા. પ્રભુએ નાગદત્તને ઉપદેશ આપ્યો કે, “હે નાગદત્ત! મનુષ્યજન્મ વારંવાર મળતો નથી. મનુષ્યજન્મ પામીને પરમાત્મસ્વરૂપ પ્રાપ્ત કરવું જોઈએ. પરમાત્મસ્વરૂપે પ્રાપ્ત કરવા માટે હૃદયની શુદ્ધિની ઘણી જ જરૂર છે. સર્વ વિશ્વમાં રહ્યો છતો તું પોતાને સર્વથી ન્યારે જાણ ભક્તિયેગથી હૃદયની શુદ્ધિ થાય છે અને જ્ઞાનેગથી આત્મા પિતે પિતાને પરમાત્મરૂપે અનુભવે છે. સ્ફટિક સામું જેવા રંગવાળું પુષ્પ મૂકવામાં આવે છે તેવા પ્રકારનું તે કૃષ્ણ-રક્તાદિ રૂપે ભાસે છે. વસ્તુતઃ સ્ફટિક કંઈ રક્ત વા કૃષ્ણાદિ રંગવાળું નથી. તેમ આતમા પણ રાગદ્વેષના પરિણામથી અનેક ઉપાધિવાળા ભાસે છે, પરંતુ આત્મા તે વસ્તુતઃ નથી. અનેક પ્રકારનાં કર્મ, મન, શરીર, કર્મસંયોગવાળી બુદ્ધિ આદિથી ભિન્ન આત્મા છે. માટે સર્વ પ્રકારનાં કર્મોથી રહિત આત્માને પરમાત્મા જાણુ.
“સર્વ પ્રકારની રાગદ્વેષની વૃત્તિઓની પેલી પાર જવાથી બ્રહમશાન્તિ, બ્રહ્માનંદ, મહાવીરત્વ પ્રાપ્ત થાય છે. કેટલાક મનુષ્ય કમગને આશ્રય ગ્રહણ કરીને શુદ્ધ બ્રાહ્મી દશાને અર્થાત્ મુક્તિને પામે છે. કેટલાક લોકો ભક્તિ-ઉપાસનાથી
For Private And Personal Use Only