________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્માની પ્રભુતા તમારાથી જે બિલકુલ પાછળ પડેલા હોય તેઓનો હાથ ઝાલીને આગળ ખેંચવાનો પુરુષાર્થ કરવાનું ચૂકતા નહીં.
“અંતની પિલી પાર અનંતને પામવા માટે આગળ મુસાફરી કરો. મુસાફરને મુસાફરીમાં એકબીજાને સહાય આપવાને પુરુષાર્થ ન મૂક જોઈએ. મુસાફરીનો અંત ન દેખાય તો પણ તમે મારા પર વિશ્વાસ અને પ્રેમ રાખી આગળ વધે અને શત્રુઓની સાથે પ્રેમ અને હર્ષથી યુદ્ધ કરો. શત્રુઓ પર શત્રુબુદ્ધિ ન રાખો. તમારી આગળ કોઈ શત્રુ નથી. તમારે. કોઈ શત્રુ નથી એવો નિશ્ચય થતાંની સાથે પશ્ચાત્ કઈ શત્રુ રહેતો નથી. એ જ રીતે કોઈ પણ મિત્ર નથી એવો નિશ્ચય થતાંની સાથે કોઈ મિત્ર રહેતો નથી. શુભાશુભ વૃત્તિઓનો નાશ થતાં વિશ્વમાં શુભાશુભત્વ રહેતું નથી. એવી દશા થવી એ જ જીવન્મુક્તિ છે. એવી દશાને પુરુષાર્થ કરો.
પુરુષાર્થમાં પુરુષાર્થની બુદ્ધિ ન રહે. એવી નિવૃત્તિદિશામાં કંઈ કર્તવ્ય બાકી રહેતું નથી. અનંત અકાળરૂપ તમે છે. મનોવૃત્તિથી સંસાર પ્રગટે છે અને આત્મજ્ઞાનથી સંસાર અને રષ્ટિનો સ્વમના નાશની પિઠે નાશ થાય છે. પશ્ચાત્ શરીર અને વાણીથી લોકોના હિતાર્થે પ્રવૃત્તિ થાય છે. એવું સ્વતંત્ર આત્મજીવન, કે જે અનંત જીવન છે, તેના પર રહેલાં અજ્ઞાનાદિ આવરણોને ખસેડી દો. આવરણોને ખસેડવાનો પુરુષાર્થ કરે. પડવું અને ચડવું એ મનવૃત્તિની અપેક્ષાએ છે, અને મને વૃત્તિ હોય ત્યાં સુધી મનોવૃત્તિની અપેક્ષાએ એમ જાણો; આત્મદષ્ટિએ પડવું કે ચડવું કંઈ હોતું નથી.”
એમ ઉજજયિનીવાસી માલવીય લોકોને પ્રભુએ ઉપદેશ દીધો. માલવીય રાજા અને પ્રજાએ પ્રભુને વંદન-પૂજન કર્યું. સર્વ લોકોએ પ્રભુનું શરણ સ્વીકાર્યું.
For Private And Personal Use Only