________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અધ્યાત્મ મહાવીર પણ ભક્તિભાવ રાખો. મારા જેમાં દેશદષ્ટિ ન ધારો. ગમે તેવો પણ મારો ભક્ત જેન સેવાભક્તિને ગ્ય છે, તેવી દષ્ટિ રાખવાથી તમે મને પામવાના છો એવો નિશ્ચય ધારણ કરે. મારા ભક્ત જેમાં સર્વ સ્થાવર તીર્થો સમાયેલાં છે એ પૂણે નિશ્ચય કરી સર્વથા તનમન-ધન આદિથી તેઓની સેવા કરો. મારા ભક્ત જેને ! તમે એકબીજાની સાથે. હળીમળીને રહો અને સર્વ પ્રકારના કલેશેને દૂર કરો. મારા ભક્ત જેને! તમ જંગમતીર્થરૂપ ચતુર્વિધ સંઘની અશન, પાન, ખાદિમ, સ્વાદિમથી ભક્તિ કરે, તેને પૂજે, સેવો.
“હજાર પુસ્તકોને વાચનમાત્રથી અને લાખો કે કરડે. કોની ધારણશક્તિમાત્રથી તમે ખુશ ન થાઓ. હજારોલાખ વખત ધર્માખ્યાને સાંભળવા માત્રથી ખુશ ન થાઓ. સ્પદ્રિયાદિ ઇન્દ્રિયના વિષયમાં નિર્મોહતા પ્રગટે તેવી દશાથી ખુશ થાઓ. જ્યાં સુધી કામ પર વિજય મેળવવામાં આવ્યું નથી ત્યાં સુધી તપ, જપ, વાચન, શ્રવણ અને ધર્મક્રિયાનું ફળ પ્રાપ્ત થયું નથી એમ જાણે. સેંકડે ભાષાનાં શાસ્ત્રો, સેંકડે તર્કશાસ્ત્રો વગેરે હજારો લાખો શાસ્ત્રોથી વિદ્વાન બને, પણ તેથી મનમાં પ્રગટ થતા કામ ન જિતાય તે કશું કાર્ય સિદ્ધ થતું નથી. માટે ભવ્યાત્માઓ! કામને જીતવાની ભાવના કરે. તો આત્મા પર શ્રદ્ધા મૂકો. એક ક્ષણમાં કોઈ પ્રબલ જ્ઞાન વિના મુક્ત થઈ શકતું નથી, પરંતુ એક ક્ષણમાં જ મુક્ત થવાય એવા પૂણેત્સાહથી આત્મા સન્મુખ મન રાખીને સપુરુષાર્થ સેવો.
પુસ્તકિયા જ્ઞાનમાત્રથી હૃદય પર ખરી અસર થતી. નથી. એક શબ્દ વાંચે અગર એક વાક્ય શ્રવણ કરે, પણ તેના ઉપર કલાકોના કલાકે પર્યત વિચાર, મનન, ચિંતવન કશ. પુસ્તકિયા જ્ઞાનમાં આગ્રહી ન બને, પરંતુ આત્માનુભવજ્ઞાન મેળવવા ઉત્કટ અભિલાષા રાખે.
For Private And Personal Use Only