________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪૨
અધ્યાત્મ મહાવીર કોઈ કરડે ભમાં ગુરુને પામ્યું નથી અને પામનાર નથી. ગુરુની સેવાભક્તિમાં સર્વ શક્તિ છે. મારા ભક્તો જ ગુરુઓના પદના અધિકારી છે. તર્ક પર તર્ક કરી અનેક વિવાદો કરે, પણ ગુરમાં શ્રદ્ધા-પ્રીતિ ધાર્યા વિના કેઈમારો ભક્ત બની શકતો નથી. મારા ભક્તોએ મારી પેઠે ગુરુઓની સેવા-ભક્તિ કરવી.
“હે ભવ્ય ભક્તો ! તમે ક્ષણિક ધન, સત્તા, પદવીમાં આસક્ત ન થાઓ; આસક્ત થયા વિના પ્રવર્તે. પ્રથમ અશુભ આસક્તિઓને ત્યાગ કરે અને શુભ આસક્તિઓને ધારણ કરે. પશ્ચાત્ શુભ આસક્તિઓને અનુક્રમે ત્યાગ કરી, શુભાશુભ આસક્તિ વિના આત્મભાવથી રહી કર્તવ્યકર્મો કરો અગર તેથી મુક્ત થાઓ. મારા સ્વરૂપમાં સર્વથા આસક્ત બની રહો એટલે અશુભ આસક્તિઓ સ્વયમેવ ટાળવા માંડશે. અને આગળની આત્મદશાનો પ્રકાશ થશે, એવા વિશ્વાસથી વર્તો.
“લાખ તર્કવાદી નાસ્તિક, અભક્ત, મનુષ્યના સમાગમમાં આવવા છતાં મારા ભક્ત ધર્માચાર્ય, ગુરુ, સંત, ત્યાગી, બ્રાહ્મણના સદુપદેશથી વિમુખ ન થાઓ. મારી આજ્ઞાને અનેક અપેક્ષાએથી જાણે ને આત્માના ઉપયોગે વર્તો. સર્વ વિશ્વમાં સ્વતંત્રતાથી વિચરે. દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ઉત્સર્ગ–અપવાદ, વ્યવહાર-નિશ્ચયથી હિંસામાં હિંસા દેખે. ગમે તેવા પ્રતિકૂલ સંયોગોમાં પણ મારા ભક્તોની સલાહ પ્રમાણે વર્તે. ધર્મગુરુઓની સલાહ લઈ સાંસારિક, સમાજ અને સંઘનાં કર્મો કરો. મારા પર પૂર્ણ શ્રદ્ધા-પ્રીતિ જેઓની નથી તેઓની અમૃત જેવી શિખામણથી પણ તેઓના વિશ્વાસી ન જ બનો.
'“ગૃહ કરતાં ત્યાગીઓ અનંતગુણ મહાન છે એમ માની પ્રવર્તે. ત્યાગી ધર્મગુરુઓ ઉત્સર્ગ અને અપવાદથી પ્રવર્તે છે. કલિકાળમાં ત્યાગી ગુરુઓ અપવાદમાગથી પ્રવર્તવાના. ત્યાગી ગુરુઓનાં વાક્યોને મારાં વાક્યો જાણો. જે
For Private And Personal Use Only