________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪૦
અધ્યાત્મ મહાવીર સ્વતંત્ર જીવનમય આત્મા છે એ દઢ નિશ્ચય કરી પરતંત્રતાને વિષની પેઠે ત્યાગ કર. જડ વિષયના તાબે તું ન થા, પણ જડ વિષયને પિતાને તાબે કર અને જડ વિષયમાં આત્મબુદ્ધિને આગળ કરી વર્ત. સર્વ વિશ્વને દેહની પેઠે ઘર જેવું માની વાર્તા અને દક્યાદશ્ય સર્વ પદાર્થોની યોગ્ય ઉપચોગિતા જાણીને પ્રવત.
“સર્વ જીવોની સાથે શુદ્ધ પ્રેમભાવથી વર્ત. કદાપિ કાળે આત્માનું મરણ નથી એમ સર્વ પ્રકારની મૃત્યુની ભીતિથી રહિત થા. કઈ પણ બાબતમાં આત્માની સ્વતંત્રતા ન ભૂલ. કઈ પણ બાબતમાં અન્ય જીવોને પરતંત્ર કે ગુલામ બનાવવાનો નામર્દ વિચાર ન કર. સર્વ લોકોને સુખ થાય અને દુઃખની નિવૃત્તિ થાય એવા વિવેકથી વત અને અન્ય લોકોને વર્તાવ– વાનો પ્રયત્ન કર. જ્ઞાનપૂર્વક રસ પડે એવી ધાર્મિક પ્રવૃત્તિ કર. જ્યાં રસ ન પડે ત્યાં જીવન નથી એમ જાણ. તારામાં શ્રદ્ધા-પ્રેમરૂપ ભક્તિની જ્યોત પ્રગટાવ. સર્વ લેકને પોતાના કરી રાજ્ય કર. સર્વ લેકોને ચાહ અને ચાહીને તથા સહીને તેઓના ભલામાં ભાગ લે. સર્વ જાતીય પ્રજાને મારા ઉપદેશથી જાગ્રત રાખીને સર્વ લોક પર નીતિથી શાસન કર. જે દુઃખ પડે તે મારામાં રહીને સહી લે.”
પ્રભુ મહાવીરદેવે ચંડપ્રદ્યોતનને સર્વ પ્રકારની નીતિએને બોધ આપ્યું. અગ્નિશર્મા પુરોહિતને પણ રાજ્યકર્મનું તાવિક રહસ્ય સમજાવ્યું. માલવદેશીય મનુષ્યોને રાજ્ય અને રાજાની આવશ્યકતા સમજાવી તથા રાજાની આજ્ઞા પ્રમાણે વર્તવામાં શું રહસ્ય રહેલું છે તે સમજાવ્યું.
પ્રભુએ લોકોને કહ્યું કે, “હે મનુષ્યો ! મનુષ્યભવની ક્ષણિક જિંદગીને નકામી ન ગાળે. અંજલીમાં રાખેલા જળની પિઠે આયુષ્ય વહી જાય છે. દુનિયાની જડ વસ્તુઓને એકઠી કરવાની અને એકબીજા પાસેથી અન્યાયથી પડાવી લેવાની અયોગ્ય
For Private And Personal Use Only