________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્માની પ્રભુતા ભક્તોને પ્રાપ્ત થાઉં છું. અમુકના જ હાથમાં મારો ઈજારો નથી. ભક્તિ-જ્ઞાન-કર્માદિ યોગોને પ્રગટાવનારાઓના હાથમાં મારે ઈજારે છે. સર્વ લેકનું પરમ ધ્યેય હું છું. આત્મબલિદાનથી આગળ વધ, પણ ચાચક બનીને આગળ વધીશ નહીં. શુદ્ધ હૃદય તે જ પ્રાર્થના-સ્તુતિનું ફળ છે. શ્રદ્ધાથી મારા અવતારમાં ઈશ્વરતા દેખ અને વર્ત.
“હે ચંડપ્રદ્યતન ! મારામાં ચિત્ત રાખીને જીવ અને સ્વાધિકારે કર્તવ્ય કાર્યો કર. પ્રથમ મેહભાવથી મરીને પછીથી આત્મભાવે જીવ ! તારામાં અને મારામાં અભેદપણું દેખ એટલે તું જે છે તે આપોઆપ પિતાને અનુભવીશ. મૃત્યુના અને જીવનના પર્યાયની વચમાં પિતાની સત્તાને અનુભવ. તું સત્, ચિત્ અને આનંદરૂપ છે. મૃત્યુમાં અને દેહપર્યાયમાં આનંદભાવથી વર્ત. સર્વ પર્યાયમાં સૌન્દર્ય અને મારી પ્રભુતા દેખ. બૂરામાં બૂરી વસ્તુના ઊંડાણમાં આનંદ દેખ. સર્વ વિશ્વમાં આનંદના દરિયાથી ઊછળ. આનંદ-ઉલ્લાસમય પિતાને દેખ. જે જે કાળે જે જે બને તેમાં આનંદની ભાવના ભાવ અને આનંદ વિના અન્ય કશું દિલમાં ન લાવ. આનંદરસમય જીવનરૂપ તું છે. તેથી પિતાને ભિન્ન દેખવું તે જ મૃત્યુ છે. તું અનંત તિરૂપ છે. અનંતમાં અંત નથી. માટે પિતાને દ્રવ્ય-ક્ષેત્ર-કાલ–ભાવથી અંત ન દેખ. દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી અનંતરૂપ પિતાને દેખ. આત્માનંદથી તું લેશમાત્ર પણ ત્રણે કાળમાં ભિન્ન નથી. જ્યાં આનંદ નથી ત્યાંથી મન થાકીને પાછું ફરે છે અને આત્મામાં આનંદ અનુભવી મન સર્વથા શાન્ત થાય છે,
આત્માના આનંદથી જે ભિન્ન છે તે આત્મધર્મ નથી. જ્યાં આનંદ નથી ત્યાં આત્મા નથી. જ્યાં જ્ઞાન નથી ત્યાં આત્મા નથી. જ્યાં વીર્ય નથી ત્યાં આત્મા નથી. જ્યાં જડતા છે ત્યાં આત્મા નથી. સમાજની સાથે સમાજદષ્ટિએ વર્ત
For Private And Personal Use Only