________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩૮
અધ્યાત્મ મહાવીર છે. પ્રેમમાં ખાવાનું નથી; પ્રેમથી મેળવવાનું થાય છે. પ્રેમમાં દાતારપણું છે. આત્મપ્રેમ વિના સમ્યજ્ઞાની નથી, માટે આત્મપ્રેમને પામ. જ્યાં અહંકાર છે ત્યાં મારો વિશ્વાસ નથી. અહંકારને ભૂલ એટલે તું મારું આંતરસ્વરૂપ દેખીશ. મનુષ્ય થઈને કોઈને ધિકકાર નહીં. શત્રુ પર પ્રેમ કરી શત્રુને છત.
અસંખ્ય શસ્ત્રોના કરતાં પ્રેમનું અનંતગણું બળ છે. પ્રેમ વિનાનો આત્મા ખારો છે. તારા વૈરીઓ પર આત્મસરી ભાવ રાખીને દઢતાની વર્ત, એટલે તારા વૈરીઓ તારા પર બૂરું ન કરે એવી સહાય મારા તરફથી મળશે. જેઓ ખરા પરાક્રમીએ છે તેઓ સામું બળ પ્રથમ બતાવતા નથી. તારા શત્રુને તું ભૂલી જા એટલે તે તને ભૂલી જશે. તારા માટે જૂઠી સાક્ષી પૂરનાર તરફ મૌન રાખ એટલે તે સહેજે પશ્ચાત્તાપ પામી સુધરશે. નિંદક તરફ પ્રભુની દૃષ્ટિથી દેખ. પાપીઓને સુધાર. એ જ પ્રભુ થવાનું પ્રથમ પગથિયું છે. તારી હાંસી–મશ્કરી સહી લે અને હાંસી–મશ્કરી કરનારને ચાહી લે. સહેવામાં પ્રેમ છે જ. સર્વજ્ઞતા વિના કોઈનો ન્યાયી ન બન. અજ્ઞને અન્ય ન્યાય કરવામાં ડગલે ને પગલે હિંસા છે. સર્વ દેહધારીઓને આત્મસમ દેખવાથી અને તેઓની સાથે આત્મસમાન વર્તવાથી તું પ્રભુ બનીશ.
અનંત આત્માની અનંત શબ્દોથી પણ પૂર્ણ સત્ય વ્યાખ્યા કરી શકાતી નથી. અનંત આત્માનું ચિંતન કર. અનંત આત્માને અનંત દષ્ટિથી દેખ અને વર્ત. આત્માની શ્રદ્ધામાં નવું શક્તિમય જીવન છે. મારી અશ્રદ્ધા અને નાસ્તિકતા ચિંતવનારા લોકો વિચાર કરતાં કરતાં મારા ભક્ત બની જાય છે. જે મારારૂપ થઈને મને સેવે છે તે મારા જેવો બને છે. મને આત્મદષ્ટિથી દેખતાં તારાથી હું બ્રામાત્ર દૂર નથી. જે મને સર્વ નામરૂપમાં ઈશ્વરી ચિદાનંદભવે દેખે છે તે જ મને દેખે છે. અસંખ્ય યોગો વડે સર્વ વિશ્વમાં સર્વત્ર હું
For Private And Personal Use Only