________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્માની પ્રભુતા
૨૩૭
તેઓને સુધારવા પ્રયત્ન કર તથા સુધરવા માટે સમય આપ. વિહાર કરીને આવેલા ત્યાગીઓની તથા માંદા પડેલા ત્યાગીઓની સેવાચાકરી કરવાથી તારા ઉદ્ધાર થશે, માટે ત્યાગીઓની સેવા કર. ડગલે અને પગલે પતિત થવાના પ્રમાદા અને તેવી સામતથી ચેતીને ચાલ. મારા ભક્ત અનેલ કાઈ પણ મનુષ્ય ગમે તેવા પાપમા`થી પણ મુક્ત, સ્વતંત્ર, શુદ્ધ થયા વિના રહેતા નથી. મારી આજ્ઞા પ્રમાણે સ્વાધિકારે યથાશક્તિ વવું એ જ જૈનધર્મની ઉત્સર્ગ તથા અપવાદમાગ થી આરાધના છે. · હે ચંડપ્રદ્યોતન! સર્વ વિશ્વમાં આત્મપ્રભુતા અવલેાક. સ માંથી સત્ય દેખ. મૃત્યુ અને જીવનમાં આત્મપર્યાય અવલેાક. આત્માના સત્પર્યાયાને સત્યપણે દેખ અને આત્માના અસત્– પર્યાયાને અસપણે દેખ. આત્માની પ્રભુતામાં સર્વ વિશ્વની પ્રભુતા સમાયેલી દેખ. વ્યષ્ટિ અને સમષ્ટિ બન્નેમાં આત્માની સત્તા અનુભવ. શરીરના ભવ કરતાં મનના ભવ પર વિશેષ કાળજી રાખ. આત્માના ભવની આગળ શરીર અને મનના ભવ અલ્પ છે. આત્માના જ્ઞાનાદ્રિ પર્યાયરૂપ ભવને અનુભવ વિચાર અને પ્રવૃત્તિઓ તે બે ઘડી પછીનુ ભવિષ્ય છે. ભવિષ્યના આધાર વમાન પર છે. વમાન સુધાર એથી તારુ ભવિષ્ય સુધરશે.’
કર.
પ્રેમનુ` માહાત્મ્ય :
જેઓ પર સત્તા ચલાવવામાં આવે છે તેઓ પર પ્રેમ નથી. જે લેાકેાને નીચ ગણવામાં આવે છે તેઓ પર પ્રેમ નથી. જેમાં દેષષ્ટિ થાય છે તે પર પ્રેમ નથી. ઉપાધિ વડે જ્યાં પ્રેમ પ્રગટે છે તે પ્રેમ નથી. નિરુપાધિમય આત્મા પર જે પ્રેમ થાય છે તે સત્ય પ્રેમ છે. ઉપાધિ વિનાને જે નિરુપાધિ પ્રેમ થાય છે તે સત્ય પ્રેમ છે. સત્ય પ્રેમથી આનંદ પ્રગટે છે. પ્રેમથી સસ્વાણુ થાય છે. આત્મપ્રેમમાં આપવાલેવાના ભેદ નથી. પ્રેમથી આત્માની અનંતતાની પ્રતીતિ થાય
For Private And Personal Use Only