________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩૬
અધ્યાત્મ મહાવીર સત્તાથી મેહ ન પામ. પ્રજાથી એટલે તું જુદો તેટલે તું મારાથી જુદે છે, એમ જાણી સર્વ જીવોને મારા સમાન માન. પિતાના સ્વાર્થી પ્રજાને કે સિનિકોને નાશ ન કરવું જોઈએ. ન્યાય, સત્ય, દયા, દાન, દમ, વિવેક જ્યાં નથી ત્યાં રાજ્ય નથી. લેકેની સ્વતંત્રતાનો જ્યાં નાશ છે ત્યાં મનુષ્યરાજ્ય નથી, પણ પશુરાય છે. આત્માની સત્તાથી મનુષ્યરાજ્ય પ્રવર્તે છે. મનમાં પ્રગટતી અશુભ કામનાઓને જે વારે છે તે આત્મરાજા છે. સર્વ મનુષ્યોને આત્મરાજા, આત્મમહાવીર થવાનો અધિકાર અર્થાત્ સત્તા છે. લેકમાં સ્વર્ગ બનાવ. સર્વ મનુષ્યને સ્વર્ગ પ્રતિ આકર્ષ અને કોઈમાં શત્રુભાવ ન રાખ.
શત્રુભાવ જેના હૃદયમાં નથી તેઓને શત્રુઓ તરફથી ડરવાનું રહેતું નથી. જે કોઈની નિંદા કરતા નથી તેને નિંદક તરફથી ડરવાનું રહેતું નથી. અન્ય જડ પદાર્થોના જેઓ ગુલામ બને છે તેઓ વસ્તુતઃ રાજા નથી. સર્વસ્વાર્પણ કરવામાં રાજાપણું છે, પણ દેહાધ્યાસ રાખી અસત્ય જીવનથી જીવવામાં રાજપણું નથી. દુશમન રાજાઓને આત્મરાગી બનાવવામાં સત્ય રાજાપણું છે. દુશમન રાજાઓને તાબે થઈ પિતાના સત્ય વિચાર અને આચાર ભૂલવામાં રાજાપણું-ક્ષત્રિયપણું નથી, માટે દુશમનેનાં હૃદય પ્રેમ, પરોપકારથી જીત. કોઈની હાંસી-મશ્કરી ન કર, કોઈને દુઃખી થતો દેખી આનંદ ન માન. ભૂખ્યાઓને પ્રથમ ખવરાવીને પછી ભેજન કર. ગુરુને વિનય અને તેમની સેવા કરવામાં સર્વસ્વાર્પણ કર. ગુરુના એકેક વચનને અમૃત સમાન માન. પરસ્ત્રીને મા–બહેન સમાન માની તે પ્રમાણે પ્રવર્ત. અન્યાય કરીશ તો અન્યાયનું ફળ પામીશ એવો નિશ્ચય રાખ. સ્વાર્થબુદ્ધિથી અન્યાય-અનીતિનું પગલું ન ભર. પરાક્રમની સાથે પગલે પગલે સહન કર.
“ક્ષમા એ જ મોટામાં મોટું પરાક્રમ છે. દષીઓને, શત્રુઓને, પાપીઓને ચાહતાં શીખ, પણ તેઓ પર દ્વેષબુદ્ધિ ન રાખ.
For Private And Personal Use Only