________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્માની પ્રભુતા
૨૩૫ “હે રાજન્ ! તું આત્માના ગુણોને પ્રાપ્ત કર. રાજ્ય સત્તાનો સદુપયેગ કર્યાથી સ્વર્ગ છે અને દુરુપયોગ કર્યાથી નરક છે. પુણ્યકર્મથી રાજ્યસત્તા તને મળી છે. તેનાથી પાપ ન કર. સર્વ લોકોમાં અને તારામાં અભેદભાવ રાખ અને આત્મામૃતરસ ચાખ. પ્રજાની મરજી પ્રમાણે રાજા છે, માટે પ્રજાની સલાહ પ્રમાણે રાજ્ય કર. લોકોને મહાસેવક રાજા છે. સર્વ લોકોમાં મને દેખી સર્વ લોકોની સેવામાં મારી સેવા માન. આત્માના પ્રકાશ વડે સર્વત્ર સંચર. કદાપિ કાનનો કાચે ન થા. ગરીબમાં ગરીબ મનુષ્યને અન્યાય કરી તેની હાય ન લે. જાણતાં છતાં અજાણ્યા જે બની સંત પાસેથી જ્ઞાન ગ્રહણ કર. ત્યાગી ગુરુના બોધમાં ગૃહસ્થ ગુરુ કરતાં અનંતગણું સત્ય દેખ, નિઃસ્પૃહીઓ પાસેથી નિર્ભયતા શીખ. શસ્ત્ર બળ પર રાજ્ય ટકતું નથી, પણ પ્રજાના પ્રેમને જીતવાથી રાજ્ય ટકે છે. પ્રજાલકોને અન્ન ન રાખ. લેકોને સર્વ પ્રકારની વિદ્યા મળે એવા ગુરુઓ પાસે શિક્ષણ અપાવ.” ચંપ્રદ્યતનને બોધ :
ચંડપ્રદ્યતન યુવરાજ ! તારામાં પશુબળની સત્તાનું જોર ન વધી જાય તે બાબતનો સતત ઉપગ રાખ. લેકોનો પ્રેમ મેળવ. ખુશામતિયા લેકેથી ચેતીને ચાલ. મારી આજ્ઞા પ્રમાણે સર્વ કર્તવ્ય કર. અશક્તિઓને હટાવ. સર્વ પ્રકારની શક્તિઓને મેળવ. અત્યંત ભેગવિલાસ અને મેજશોખથી સર્વ લોકોની પડતી છે. ગરીબને દાન દે. બ્રાહ્મણોની સેવા કર. મારા પર પૂર્ણ શ્રદ્ધા અને પ્રેમ રાખ અને મુખથી સત્ય ભાખ. સર્વ લોકોને એકસરખી રીતે ખાવાપીવાનું મળે અને પરસ્પર લોકમાં શાન્તિ જળવાઈ રહે એવો બંદોબસ્ત રાખવા માટે રાજાની જરૂર છે. રાજાએ પિતાને રાષ્ટ્રનું એક અંગ માનવું અને રાષ્ટ્રનાં સર્વાગોની સાથે વ્યવસ્થિત થઈ પ્રવર્તવું.
યુવરાજ ચંડપ્રદ્યતન ! સત્તાને અહંકાર ન કર. રાજ્ય
For Private And Personal Use Only