________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧. આત્માની પ્રભુતા
પ્રભુ મહાવીરદેવ વિહાર કરતાં કરતાં માલવદેશમાં પધાર્યા. માલવદેશના લોકોને દર્શનબોધન લાભ આપે. પ્રભુએ ઉજયિની નગરીની બહાર ક્ષિપ્રા નદીના કાંઠા પર મુકામ કર્યો. ઉજજયિની નગરીના રાજા યશોવર્મા અને તેના યુવરાજ ચંડપ્રદ્યતનને ખબર પડતાં તેઓ સર્વ જાતીય પ્રજા સાથે પ્રભુને વંદન કરવા આવ્યા. પ્રભુને વિધિપૂર્વક વંદન-નમન કર્યું. ત્યાં રહેલા સુદત્ત, એકાક્ષ, વિરૂપ, સુરૂપ, સુચન, વિશ્વજિત, શ્યામ, સુવ્રત અને સુબંધુ એ નવ નાથ, કે જેઓએ યેગથી. અનેક લબ્ધિઓ પ્રાપ્ત કરી હતી, જેઓ આકાશમાં ઊડતા હતા, સાત દ્વીપને દેખતા હતા, વેદસંહિતાઓને સવળીઅવળી ગણી જતા હતા તથા અષ્ટ સિદ્ધિઓને પામ્યા હતા, તેઓ પ્રભુ પાસે આવ્યા. તેઓએ પ્રભુને ત્રણ પ્રદક્ષિણા દઈને વંદન-નમન કર્યું અને પ્રભુના આગળ બે હસ્ત જેડી બેઠા. બાવન વીરે, અને હરસિદ્ધિ દેવી વગેરે ચોસઠ ગિનીઓ પ્રભુનાં દર્શન કરવા આવ્યાં અને વંદન-પૂજન કરી પ્રભુને બોધ શ્રવણ કરવા લાગ્યાં. યશવમને બોધ :
પ્રભુએ યશોવર્માને તથા ચંડપ્રદ્યોતનને રાજાનાં કર્તવ્ય જણાવ્યાં અને કહ્યું કે, “હે રાજન ! તારી પ્રજા પ્રત્યેની જવાબદારી ઘણી છે. દરરોજ ધર્મગુરુ અને સાધુસંતોની સેવા કર્યા કર. રાજસત્તાના મદન ઘેનમાં ઘેરાઈ જઈને તારું કર્તવ્ય ન ભૂલ.
For Private And Personal Use Only