________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩
મંત્રરહસ્ય અને વિચારબળ રહસ્ય આપવાની સૂચના કરી, મંત્રોના બીજેનાં ગુપ્ત રહસ્ય સમજાવ્યાં અને તેના જાપ કરવાની શૈલી બતાવી મંત્રોને ગુરુપરંપરાએ વહન કરાવવાને ઉપદેશ આપ્યો. મંત્રની ગુપ્તતા :
શિષ્યભક્તને દીક્ષા આપ્યા બાદ મંત્રોને કર્ણમાં બીજાઓ ન સાંભળે એવી રીતે કહેવા. ગુરુમંત્ર આપવાની વિધિ બતાવી. એંકારમાં સર્વ મંત્રીનો સમાવેશ થાય છે તે સમજાવ્યું. મંત્રોનાં રહસ્ય, કલ્પો વગેરેને લખવાં–લખાવવાં નહીં, પણ કર્ણોપકર્ણ સંભળાવવાં એવો ઉપદેશ આપ્યો. શરીરનાં ચકોમાં મંત્રનો જાપ અને ધ્યાન કરવાનું રહસ્ય સમજાવ્યું, મંત્રથી હદયની શુદ્ધિ થાય છે તે સમજાવ્યું અને મંત્રગ અત્યંત ગુપ્ત રાખવાને ઉપદેશ દીધે તથા અભક્ત, અયોગ્ય અને નાસ્તિકને શક્તિદાયક મંત્ર આપવા નહીં એમ જણાવ્યું. સર્વ મંત્રોના આધાર અને પ્રકાશક પ્રભુ પિતે છે એમ જાહેર કર્યું તેથી ઋષિઓને અત્યંત આનંદ થયે. રેગશાંતિનો ઉપાય:
પ્રભુ મહાવીરદેવે ઋષિઓને રોગનાં નિદાન કહ્યાં અને મંત્રો વડે રોગોની શાંતિ કરવાનાં રહસ્ય સમજાવ્યાં તથા ઔષધિઓ વડે અનેક પ્રકારના રોગોનો નાશ કરવાને બોધ દીધો. અલ્પ દેશ અને મહાલાભ તેમ જ મહાધર્મ થાય એવાં ઔષધો બતાવ્યાં. પ્રભુ મહાવીરદેવે સંકલ્પબળ વડે અનેક પ્રકારના રોગોને વિનાશ કરવાની વિચારશક્તિ દર્શાવી. સ્કૂલ ઔષધો કરતાં સૂક્ષ્મ વિચારોના પ્રવાહથી રોગોનો વિનાશ થાય છે. મંત્રગ સમાન કેઈગ નથી. મંત્રગનો સદુપયોગ કરે, પણ દુરુપયેગ ન કરે તેને મંત્રગ દે. સંકલ્પ શક્તિને પ્રયોગ પરમાર્થે જે કરી શકે તેને સંકલ્પગ દે, એમ પ્રભુએ જણાવ્યું. શસ્ત્ર-અ કરતાં સંકોમાં અનંતગણું બળ રહેલું છે.
For Private And Personal Use Only