________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અધ્યાત્મ મહાવીર આત્માઓની સાથે વિશુદ્ધ પ્રેમરસથી જોડાય છે તેમાં મારી ભક્તિ છે એમ જાણી તેઓને મારી પિઠે ચાહો. તેઓ પર સર્વસ્વ વારી દો. તમારી પ્રિયમાં પ્રિય વસ્તુઓને મારા પ્રેમમાં વારી દે અને જ્યાં જ્યાં પ્રિયતા લાગે ત્યાં ત્યાં મને દે. પ્રેમ વિના મુક્તિની પ્રાપ્તિ નથી.” પ્રેમની ભૂમિકા:
* પ્રેમને વિશુદ્ધ બનાવવા માટે પાંચ પ્રકારની દીક્ષામાંથી અનુક્રમે પસાર થવું પડે છે. આત્માની પૂર્ણતાને પ્રકાશ કરવા માટે પાંચ ભૂમિકામાંથી પસાર થવું પડે છે. પાંચ પ્રકારની ભૂમિકાઓના ગુરુઓ તે તે ભૂમિકામાં વિશ્વમાં જ્યાંત્યાં નિયત હોય છે. જે જે ભૂમિકાને અધિકારી જે બન્યું હોય છે તે તે ભૂમિકાના ગુરુને તે ઓળખી શકે છે, અન્યને ઓળખી શકતો નથી. જેને જેટલી દષ્ટિ ખીલી હોય છે તેટલું તે જાણ શકે છે, દેખે છે. તેની દષ્ટિમર્યાદાની બહારનું તે દેખી શકતો નથી. જેની પ્રિય દષ્ટિ જે પ્રમાણમાં ખીલી હોય છે તે પ્રમાણમાં તેનામાં પ્રેમદષ્ટિ છે. મેં સર્વ ભૂમિકા તથા સર્વ પ્રકારની દીક્ષાના ગુરુઓને નિયત કર્યા છે. તમારી જેવી યોગ્યતા તે પ્રમાણમાં ગુરૂઓ આજુબાજુ ઊભા હોય છે અને તે તમને અનંતની દષ્ટિ ખીલવવા સહાયક બને છે. તમારું પ્રિય કરનારા તમારી પાસે જ હોય છે, પણ તે પ્રસંગોપાત્ત દેખાય છે. તમારું પ્રિય કરવા માટે જે જે ઉપસ્થિત છે તેમાં મને દેખે અને તેઓને મારી પેઠે સત્કારો પ્રેમ અને પ્રેમી એ બેમાં હું એકાત્મ રૂપ છું એમ સંગ્રહનયસત્તાદષ્ટિએ દેખો. તમારું મન પરિવર્તનને કરે છે, પણ તે મનને ઉપરી પ્રભુ મહાવીર આત્મા છે.
હે ભવ્ય માન ! તમારી રાગદ્વેષવૃત્તિને મારામાં આરોપ ન કરો. તમે મારા ભકત છે અને તમારું પ્રિય અને હિત થાય તેમ હું કહું છું. મારામાં રાગદ્વેષવૃત્તિની કલ્પના, તર્ક, સંશય કે મેહ કરીને પતિત ન થાઓ. જેટલી તમારી ગ્યતા
For Private And Personal Use Only