________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨૪
અધ્યાત્મ મહાવીર, શાસ્ત્રજ્ઞાનથી અખંડ રસ પ્રાપ્ત થતો નથી. અનુભવજ્ઞાનથી આત્માનો નિશ્ચય થાય છે. મારામાં એકતાનથી રસિયા બનેલાઓને અવશ્ય અનુભવજ્ઞાન હેય છે. હે ભક્ત કો! તમે આત્માનુભવજ્ઞાન પ્રાપ્ત કરે તમારી પાસે સમાગમ કરવા આવનારાઓને આત્માનંદ પ્રાપ્ત કરવા ઉત્સાહિત કરે. તમે આત્મત્સાહથી સર્વ કેનાં હૃદયને ભરી દે.
“ભૃગુ ઋષિએ આ સ્થાને બેસીને મારી બ્રહ્મસત્તાનું ધ્યાન ધરી, સર્વ બાહ્ય સંકલ્પથી રહિત થઈ નિર્વિકલ્પજ્ઞાન મેળવ્યું હતું અને મારા પરમ ભક્ત બની પરમ સમાધિ પામીને આત્માનંદમાં મગ્ન થયા હતા. તે પ્રમાણે તેઓના સંતાનિક ઋષિઓએ મારી સત્તાનું ધ્યાન ધર્યું હતું. મારા ભક્ત કૃષ્ણ વ્યાસે અહીંથી પૂર્વદિશાએ બે જન પર નર્મદા નદીના કાંઠે મારી પરબ્રહ્મ સત્તાનું એકાત્મભાવે ધ્યાન ધર્યું હતું અને મારું મહાદેવ
સ્વરૂપ અનુભવ્યું હતું તેથી તે સ્થાનનું શુકલતીર્થ એવું નામ પડ્યું છે.” આત્મિક તીર્થો:
“અંતરમાં જ્ઞાનવૃત્તિ તે નર્મદા છે. જ્ઞાનાત્માઓના વિચારો તે જ રષિઓ છે. શુકલધ્યાન તે શુકલતીર્થ છે. આત્મજ્ઞાન તે જ સાગર છે. શુભ ભાવના સમૂહ તે જ ભૃગુકચ્છ છે. આત્મપગ તે જ કારેશ્વર છે. મારા ભક્ત ત્યાગીઓ ! તમે ગૃહસ્થ લોકેની પરતંત્રતામાં ન આવો. તમે ગામ કે નગરીની બહાર નદીતટ, ઉદ્યાન વગેરે સ્થાનમાં જેમ બને તેમ આજીવિકાકર્મની અલોપાધિથી રહે. જે કાળે જે લોકોમાં જે શક્તિની જરૂર હોય છે તે કાળે તે શક્તિને લોકોમાં પ્રાદુર્ભાવ કરું છું, જેથી વિશ્વના લેકની સદન્નતિ થાય છે. તે મારાથી વ્યક્ત થાય છે એ દઢ નિશ્ચય કરે. તમારી મનોવૃત્તિઓ તે નદીઓ છે એમ માનીને તેઓને આત્મરૂપ સાગરમાં ભેળવી દે અને આત્માના સાક્ષીભાવે જે જે પ્રારબ્ધના ખેલે થાય છે
For Private And Personal Use Only