________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨૩
ગુરુનો મહિમા અને જ્ઞાની-અજ્ઞાનીની ઓળખ ભાવ પ્રમાણે તમને ફળ મળ્યા કરે છે એવા વિશ્વાસથી વર્તો. કેઈને હરકત, નુકસાન કે દુઃખ થાય એ પ્રમાદ જરામાત્ર ન કરે. કોઈનું દિલ ન દુભા, કેઈને સતાવો નહિ. અજ્ઞાન અને મેહના વિચારોનું વિષ મહા ખરાબ છે. તેનું પાન કરે નહીં અને અન્ય લોકોને તેનું પાન કરાવે નહીં. મુખ પર વિષ રાખે નહીં. હૃદયમાં વિષ રાખે નહીં. આમાં અગ્નિ રાખે નહીં. અન્ય લોકોને ઠગે નહીં. મારા ભક્તોને સ્વર્ગ અને સિદ્ધિની પ્રાપ્તિ થયા વિના રહેતી નથી. હાલ જે મારા ભક્તો બન્યા નથી તે પણ ભવિષ્યમાં મારા ભક્ત બનીને શુદ્ધાત્મપદ પ્રાપ્ત કરશે. માટે વર્તમાનમાં જે અભક્તો છે, મારા પર જે શ્રદ્ધા-પ્રેમવાળા નથી તેઓ પર પણ મિત્રીભાવ ધારણ કરે. જે આ મનુષ્યજન્મમાં મારા ભક્ત બન્યા નથી તેમને અન્ય ભવમાં ભક્ત જેન બનવાના માટે તેઓ પર મૈત્રીભાવ ધારે. મારા વિશ્વાસી પ્રેમીઓને અનંત આનંદ મળે છે. મારા દ્વેષીઓ પણ પ્રતિકૂળભાવે મને હૃદયમાં સ્થાપીને છેવટે મારા પ્રેમી શ્રદ્ધાળુ બની આ ભવમાં વા અન્ય ભામાં મુક્તિ પામે છે. તમારી ગમે તેવી દુઃખી દશામાં પણ મારામાં મન રાખવાથી મુક્તિ છે એવા પૂર્ણ નિશ્ચયથી વર્તો. સર્વ લેકોને સુખનો દિલાસો આપ. મારી પૂર્ણ શ્રદ્ધા–પ્રીતિથી દુષ્ટ, પિશાચ વગેરે પણ તમારા સેવકો બની જશે અને શત્રુઓ પણ તમારા મિત્ર બની જશે. મારા નામના જાપથી અનેક રોગીઓના રોગોને દૂર કરવાને મારા ભકતો સમર્થ બને છે એવી શ્રદ્ધા રાખો. શાસ્ત્રોનું એકદેશીપણું :
ધર્મશાસ્ત્રો એકદેશી છે. જ્ઞાનીઓ, ગુરુઓ, સંત અસંખ્ય સર્વ દેશી છે અને આત્મા અનંતદેશી છે. વ્યવહારજ્ઞાની એકદેશી છે અને અધ્યાત્મજ્ઞાનીઓ સર્વદેશી છે. સર્વ ધર્મશા દિશા દેખાડે છે અને તેને અનુભવ તો આત્મજ્ઞાનીઓ પામી શકે છે. અનુભવજ્ઞાન વિના એકલા
For Private And Personal Use Only