________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૮
અધ્યાત્મ મહાવીર
વિશ્વાસથી અમૃત પીવા કરતાં જ્ઞાનીના વિશ્વાસથી હલાહલ વિષ પીવું અન ́ત ગુણ ઉત્તમ છે. અજ્ઞાની સ્વપરનું હિત જાણી શક્તા નથી, જ્યારે જ્ઞાની સ્વપરનુ` હિત જાણી શકે છે. અજ્ઞાની શિષ્ય થવાને લાયક છે અને જ્ઞાની ગુરુ થવાને લાયક છે. અજ્ઞાનીમાં અધકાર છે અને જ્ઞાનીમાં પ્રકાશ છે. અજ્ઞાનીમાં મરણુ છે અને જ્ઞાનીમાં જીવન છે. અજ્ઞાની અંધ છે અને જ્ઞાની દેખતા છે. અજ્ઞાનીને સ'વરનાં કાર્યો છે તે આસવમાં હેતુભૂત થાય છે અને જ્ઞાનીને આસવનાં કાર્યાં છે તે સ'વર માટે થાય છે. અજ્ઞાની સલેપ છે અને જ્ઞાની નિલેપ છે. અજ્ઞાનીની સ'ગતમાં મેહ છે અને જ્ઞાનીની સંગતમાં હું છું. અજ્ઞાની જડ છે, જ્ઞાની જ વસ્તુતઃ ચેતન છે. અજ્ઞાની ઊંઘતા છે અને જ્ઞાની જાગતા છે. અજ્ઞાની મરેલેા છે અને જ્ઞાની જીવતા છે. અજ્ઞાનીની બુદ્ધિ અસ્થિર છે અને જ્ઞાનીની બુદ્ધિ સ્થિર છે. અજ્ઞાનીમાં મેહ છે અને જ્ઞાનીમાં પ્રેમ છે. અજ્ઞાનીની અવળી અને સંકુચિત દૃષ્ટિ છે, જ્ઞાનીની સવળી અને વ્યાપક દૃષ્ટિ છે. અજ્ઞાની ઉપર કની સત્તા ચાલે છે અને જ્ઞાની પર કની સત્તા ચાલતી નથી. અજ્ઞાની જ્યાંત્યાં પ્રતિષદ્ધ છે અને જ્ઞાની જ્યાંત્યાં અપ્રતિબદ્ધ છે.
6
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અજ્ઞાની પરતંત્ર છે અને જ્ઞાની સ્વતંત્ર છે. અજ્ઞાની અવિવેકી છે અને જ્ઞાની વિવેકી છે. અજ્ઞાનીમાં શુષ્કતા છે અને જ્ઞાનીમાં રસિકતા છે. અજ્ઞાની જ્યાંત્યાં દુઃખ દેખે છે અને જ્ઞાનીને જ્યાંત્યા આત્મસુખ છે. અજ્ઞાની અવિશ્વાસી છે અને જ્ઞાની શ્રદ્ધાવત છે. અજ્ઞાનીમાં અસત્ય છે અને જ્ઞાનીમાં સત્ય છે. અજ્ઞાનીમાં સ્વાર્થ છે અને જ્ઞાનીમાં પરમાથ છે. અજ્ઞાનીમાં પશુબળની મુખ્યતા છે અને જ્ઞાનીમાં આત્મબળની મુખ્યતા છે. અજ્ઞાનીમાં અવિનય છે અને જ્ઞાનીમાં વિનય છે. અજ્ઞાની મિત્ર કરતાં જ્ઞાની મિત્ર અનંત ગુણ ઉત્તમ છે. મારામાં જેને શ્રદ્ધા-પ્રેમ છે તે જ્ઞાની છે અને મારામાં જેને શ્રદ્ધા-પ્રેમ
For Private And Personal Use Only