________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧૭
ગુરુનો મહિમા અને જ્ઞાની-અજ્ઞાનીની ઓળખ કોઈ જડ વસ્તુ કિંમતી નથી. જડ વસ્તુઓના મોહથી ન મર. લઘુ બાળકોની પેઠે નિર્દોષ, પ્રેમી, વિશ્વાસી, સરલ બને. જ્યાંત્યાંથી ગુણ ગ્રહણ કરે, પણ કેઈની નિંદા ન કરો, જ્યાંત્યાંથી સત્ય ગ્રહણ કરો. આત્મા જ સત્યરૂપ છે માટે તમે આનંદમય અને જ્ઞાનરૂપ બને.
“આખે સાગર પી જવાના ઉત્સાહ જેવો ઉત્સાહ રાખીને આત્માની શક્તિઓ મેળવવા પ્રયત્ન કરો. તમારી માન પ્રતિષ્ઠાને મારા ઉપદેશ પ્રમાણે સતત ચાલી જાળ. સર્વ પ્રકારની વિદ્યાઓને સર્વ વર્ણમાં વ્યાપ્ત કરે. આત્મશક્તિઓ આગળ અન્ય શક્તિઓનું કશું કંઈ ચાલતું નથી. ઋષિઓની પાસે વિનયપૂર્વક બેસી મારી પ્રકાશિત આત્મવિદ્યા ગ્રહણ કરે. આત્મવિદ્યાથી વિશ્વોદ્ધાર થાય છે અને થશે. જડ વસ્તુઓને લક્ષમી માનીને આત્માની સત્ય લક્ષ્મીથી એક શ્વાસોચ્છવાસ માત્ર પણ વિમુખ ન બને. આત્માને માટે સર્વે પ્રિય છે, પણ જડ વસ્તુઓની કામના માટે આત્માને પ્રિય ન માને. પિતાના આત્માની પ્રિયતા પિતાનામાં અનુભવે.
“મારા ભક્તોને વૈમાનિક, તિષ, ભવનપતિ અને વ્યંતર એ ચાર નિકાયના દેવે સહાય કરે છે. કળિયુગ અને શાંતિસુગમાં દેવેની સહાય મળે છે. ચાર નિકાયના દેવેનું દેવત્વ મારી ભક્તિથી છે. મારા ઋષિ–સંતોના ગુણ ગ્રહણ કરે અને દુર્ગુણે તરફ લક્ષ ન આપે. મારા સંતની નિંદા ન કરો, તેમના પર ખોટાં આળ ન દે. મારા ભકતોમાં જે કાળે જે જોઈએ તેવી સ્વાત્મરક્ષણની શક્તિ રહે છે. ઋષિએ આદિ સર્વ લેકો! તમારા આત્માનો પ્રકાશ કરવા માટે મારી સાથે જોડાએ, અજ્ઞાન દૂર કરો અને જ્ઞાનની પ્રાપ્તિ કરે.” ની-અજ્ઞાનીની ઓળખાણ:
અજ્ઞાની કરતાં જ્ઞાની અનંત ગુણ ઉત્તમ છે. અજ્ઞાનીના
For Private And Personal Use Only