________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧૬
અધ્યાત્મ મહાવીર મહાત્માઓની લોકોને અનુપયોગિતા ભાસે છે અને તેના પર અરુચિ તેમ જ અશ્રદ્ધા વધતી જાય છે. તેઓની સેવાભક્તિ તરફ અલક્ષ વધતું જાય છે. સાધુ ગુરુઓની શ્રદ્ધાપ્રીતિ જ્યાં છે,
જ્યાં બ્રાહ્મણે પર બહુમાન અને સેવાભક્તિ છે ત્યાં મારો વ્યક્ત મહાવીરભાવ છે. જ્યાં સર્વ સમાજ દ્વારા સ્થાપિત એવા રાજા પર પ્રેમ, શ્રદ્ધા અને આદરભાવ છે ત્યાં મારી સેવાભક્તિ અને ઉપાસના છે.
જે ખંડ દેશ કે કેમની પડતી થવાની હોય છે ત્યાં પ્રથમ ત્યાગીઓ અને બ્રાહ્મણે પર તેમ જ તેઓના ઉપદેશ પર અશ્રદ્ધા અને અપ્રીતિ થાય છે તથા મારા ઉપદેશોમાં વિશ્વાસ રહેતો નથી. લોકોને જડ વસ્તુઓ તરફ આસક્તિથી આકર્ષણ થાય છે અને પરસ્પર એકબીજા પર અવિશ્વાસ પ્રગટે છે તથા પ્રેમનું સ્થાન સ્વાર્થ અને કુરતા ગ્રહણ કરે છે. જે દેશના કે સમાજના વિચારો અને આચારમાં હું નથી તે દેશ અને સમાજ મૃતક સમાન બને છે. જે દેશના લેકે શરીર કરતાં આત્માની અનંતગુણી મહત્તા જાણે છે અને તે પ્રમાણે વર્તે છે તે દેશ જીવતોજાગતો અને સ્વતંત્ર વર્તે છે. જે લેકો સ્વાર્થ માટે જીવે છે તે અંતે મનુષ્ય જન્મને હારે છે. પરમાર્થ અને સ્વાર્થ અને ગૃહસ્થાશ્રમ વગેરે આશ્રમમાં સાથે રહે છે.
“હે લેક! તમારાં ગૃહસ્થાનને પવિત્ર રાખે, આશ્રમની પવિત્રતા જાળવ, અભ્યાગતોની સેવા કરે, અપવાદ કારણ સિવાય સત્યમય જીવન ગાળો, ત્યાગી મહાત્માઓની કડવી લાગતી શિખામણોને અમૃત જેવી માને. દેવ-ગુરુ-ધર્મ પર એક ક્ષણ પણ પ્રેમ વિના ન રહે. પવિત્ર નદીઓના કાઠે રહી મારું ધ્યાન ધરનારા ઋષિઓની ભોજન વગેરેથી ભક્તિ કરે. નિસ્પૃહ જ્ઞાનીઓની સંગતમાં જીવન ગાળવું એ ઈન્દ્રના જીવન કરતાં અનંતગણું ઉત્તમ જીવન છે. આત્માની આગળ
For Private And Personal Use Only