________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગુરુને મહિમા અને જ્ઞાની–અજ્ઞાનીની ઓળખ ૨૧૫ શકે છે. તેઓ પિતાની રુચિ પ્રમાણે લઘુ બાળકોની પેઠે નિર્દોષભાવે છે તેઓને ચગ્ય લાગે છે તે કરે છે. તેઓ વેષ વા અમુક મતની ક્રિયાને કરે છે અને કરતા પણ નથી. તેઓ મારા પ્રેમ-ધ્યાનમાં મસ્ત રહે છે. તેઓ ઈન્દ્ર અને ચક્રવતી સરખાની પણ સ્પૃહા કરતા નથી. તેઓ મૃત્યુને લેશમાત્ર ભય રાખતા નથી. તેઓ સત્યનો પ્રકાશ કરવામાં કદાપિ અચકાતા નથી. તેઓ પોતાની સ્વતંત્રતા એ જ મારી આજ્ઞા છે. એમ માની પ્રવર્તે છે. તેઓ ફક્ત મને જ પ્રિયમાં પ્રિય માને છે. તેના પર જે પૂર્ણ શ્રદ્ધા અને પ્રેમ રાખે છે તેઓને તેઓ મારા તરફ ખેંચે છે. તે બાબતને તેઓના પ્રેમીઓ પણ જાણી શક્તા નથી.
“મારા ભક્ત કષિઓ પર પ્રેમ-શ્રદ્ધા ધારણ કરનારાઓના ગક્ષેમને હું વહન કરું છું. જ્યારે કેની પડતી થવાનો વખત આવે છે ત્યારે તેઓની ઋષિઓ, ત્યાગી અને સાધુઓ પરથી શ્રદ્ધા ઊઠી જાય છે. જડ લક્ષ્મી અને બાહ્ય સત્તાને નાકના લીટ સમાન ગણીને જેઓ મારામાં મન રાખી બાહ્ય કર્તવ્ય કાર્યોને કરે છે એવા મારા ભકતો ઋષિપદને પામે છે. મારા ભક્ત જ્ઞાની હંસની અને પરમહંસની સેવાભક્તિ કરનારાઓનાં હૃદયમાં મારો પ્રકાશ થાય છે. મારા ભક્ત ત્યાગી મહાત્માઓ ઈન્દ્રિય અને મન પર સંયમ ધારે છે. તેઓ હસે છે, રૂએ છે, એક ઠેકાણે રહે છે, કાં તે વાયુની પિઠે પરિભ્રમણ કર્યા કરે છે. તેઓ શું કરે છે અને શું નહિ કરે તે તેમની ઈચ્છાને આધીન છે. તેઓનું અમુક લક્ષણથી લક્ષ્યસ્થાન નકકી કરવું તે અશક્ય છે. ત્યાગીઓનું ધ્યેય મારું સ્વરૂપ છે. તેઓ એક ક્ષણમાં સર્વ સ્વર્ગના આનંદ કરતાં પણ અનંતગુણ આનંદને પામે છે. તેઓના આત્માઓ અત્યંત શુદ્ધ બને છે.
જ્યારે અધર્મયુગ બેસે છે ત્યારે ધર્મગુરુ અને ત્યાગી
For Private And Personal Use Only