________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આધ્યાત્મિક વિકાસ
૨૧૧ તેવું પશુપંખીઓને ઘાત કરવાથી તેઓને દુઃખ થાય છે.
“અન્ન, વનસ્પતિ, ઔષધિ વગેરે ભક્ષ્ય પદાર્થોને ત્યાગ કરી પશુહિંસા કરવાથી અશુભ પાપ કર્મોને તું બાંધે છે. તારે પરભવમાં તે કર્મો ભોગવવાં પડશે. કર્યા કર્મો ભગવ્યા વિના કોઈને પણ છૂટકે થતો નથી. જીવોની હિંસા કરવાથી પાછી તારા અનેક જન્મમાં તારાં શરીરની હિંસા થવાની. આ પૃથ્વી તારી નથી. પશુઓને અને પંખીઓને તેં બનાવ્યાં નથી, તેથી તેઓનો તું માલિક નથી. તેઓને નુકસાન કરવામાં અને તેઓની હાય લેવામાં તારી દુર્ગતિ છે. પિતાના પ્રાણ જેમ તને વહાલા છે અને તારી રક્ષા માટે મારી પ્રાર્થના-સ્તુતિ કરે છે, તે પ્રમાણે તેઓના પ્રાણ તેઓને પ્રિય છે અને તેઓ મારી પ્રાર્થના કરે છે એમ નિશ્ચય માન.
પશુઓ અને પંખીઓની હિંસા કરનારા રાજા નથી. તે -મારી શિક્ષાને પાત્ર બને છે. પશુઓને અને પંખીઓને મારી નાખવાથી તેને સત્ય શાંતિ મળનાર નથી. પશુઓની અને પંખીઓની હિંસા કરવામાં ધર્મ માનનાર મનુષ્ય અધમી, રાક્ષસ અને મહા પાપી છે. આજ સુધી તે અહેડાકર્મ કરીને ઘણા જીને મારી નાખ્યા છે. તે જ તારા પર વેર લેવા તલપી રહેલા છે. અહિંસા વિના રાજ્ય, પ્રજા અને રાજાની શાંતિ નથી. અહિંસાથી અનેક કુકર્મો ટળી જાય છે અને શુદ્ધબુદ્ધિ પ્રગટે છે એમ નિશ્ચયથી જાણ.
“સર્વ પ્રકારના પાપનું મૂળ હિંસા છે, ક્રોધ છે, અહંકાર છે, અજ્ઞાન છે અને સર્વ પ્રકારના ધર્મનું મૂળ દયા છે. જ્યાં વ્યા નથી ત્યાં મારે પ્રેમ નથી અને શ્રદ્ધા નથી. દયાવૃત્તિવાળા દેવો છે અને હિંસાવૃત્તિ અને પ્રવૃત્તિવાળા દાનવો છે, રાક્ષસ છે. દયા સમાન કોઈ મહાધર્મ નથી. જે દયા કરતો નથી તે મારી દયાને પાત્ર બનતો નથી. દયાવૃત્તિ-પ્રવૃત્તિવાળા મનુષ્યો આર્યો છે અને હિંસાવૃત્તિ-પ્રવૃત્તિવાળા મનુષ્યો અનાર્યો
For Private And Personal Use Only