________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧૦
અધ્યાત્મ મહાવીર “કામ તે હલાહલ વિષ છે. કામ તે જ રાક્ષસ છે. કામના તાબે થનાર વિશ્વના તાબે થાય છે. કામરૂપ મહાશસ્ત્રથી કામીઓ પિતાનું મસ્તક કાપી નાખે છે. કામના વિચારોમાં આનંદ નથી, એમ નિશ્ચય જાણ. સ્પર્શેન્દ્રિયદ્વારા સુખ ભોગવવા જે ધારે છે તે રેતી પીલીને તેમાંથી તેલ કાઢવા જેવું છે એમ જાણ” ઈત્યાદિ ઉપદેશ શ્રવણ કરીને રતિસાર તથા દેવીઓ બંધ પામ્યાં અને રતિસારે વ્યભિચારકર્મને ત્યાગ કર્યો. દેવીઓએ પાપકર્મને ત્યાગ કરી પ્રભુનું શરણ સ્વીકાર્યું. રતિસારે ત્યાં રાખેલી સર્વ સ્ત્રીઓની માફી માગી તેઓને છોડી દીધી. રતિસારે પાપકર્મને અત્યંત પશ્ચાત્તાપ કર્યો. તે પ્રભુની કૃપાથી આત્મસામ્રાજ્યધારક ન બને અને શાંતિ-સુખ પામે. શત્રુસિંહને બોધ:
પ્રભુ મહાવીરદેવ ત્યાંથી વિહાર કરી ગાંધારનગર તરફ દરિયાકિનારે ગયા. ત્યાંના શત્રુસિંહ રાજાને શિકાર કરવાને શોખ હતો. તે દરરોજ સેંકડે પશુઓની અને પંખીઓની હિંસા કરતે હતો. તે કોઈની શિખામણ માનતો નહતો. તે
ઋષિઓને અને બ્રાહ્મણોને તિરસ્કાર કરતો હતો. પ્રભુ જ્યાં બિરાજમાન થયા હતા ત્યાં હરણ વગેરે હજારો પશુઓ અને મયૂરે વગેરે હજારો પંખીઓ આવીને પ્રભુનાં દર્શન કરી બેઠાં હતાં. શત્રુસિંહ રાજા ત્યાં આવ્યો. તેણે પશુઓ વગેરેને મારવા બાણ ફેંકવા માંડયાં, પણ તેનું એક પણ બાણ પશુપંખીઓને વાગ્યું નહીં. તે થંભી ગયે. તેનું ધનુષ્ય થંભી ગયું. રાજાને શ્વાસોચ્છવાસ રૂંધાવા લાગ્યું. તેથી તે પ્રભુની પ્રાર્થના-સ્તવના કરવા લાગે. પ્રભુએ તેને કહ્યું કે, “અરે, પાપ કરીને તું કેમ નરકમાં જવાની તૈયારી કરે છે. હૃદયમાં દયાભાવ ધારણ કર. પશુઓને અને પંખીઓને મારી નાખવાને તને હકક નથી. પશુઓ અને પંખીઓ તારા આત્મસમાન છે. તારા શરીરનો ઘાત કરવાથી તેને જેવું દુઃખ થાય છે
For Private And Personal Use Only