________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આધ્યાત્મિક વિકાસ
ર૦૯ - “સ્પર્શેન્દ્રિયના ભેગથી કદાપિ કેઈને તૃપ્તિ કે શાંતિ થઈ નથી અને થનાર નથી. ખસને ખણવાથી જેમ શાંતિ થતી. નથી અને ઊલટી વધારે ખરજ આવે છે, તેમ સ્પર્શેન્દ્રિયના વિષયભેગો ભોગવવાથી અનંતકાળે પણ સત્ય તૃપ્તિ અને સુખ થનાર નથી. હે ભવ્ય! તેં એક સ્પર્શેન્દ્રિયના ભોગ-ઉપભોગ માટે અનેક કુકર્મો કર્યા છે. હવે તેને વિચાર કર. પરસ્ત્રીસંગથી કઈ કદાપિ સુખી થયા નથી અને કોઈ સુખી થનાર નથી.
વ્યભિચારકર્મમાં પ્રેમ હોતો નથી, પણ વ્યભિચારકર્મમાં મહા મેહ વતે છે. વ્યભિચારીઓ શરીરના વીર્યને નકામે નાશ કરે છે અને તેથી તેઓ અકાળે મરણ પામે છે. તેઓ કદાપિ સ્વપ્નમાં પણ શાંતિ અને સુખ પામી શકતા નથી. હે રતિસાર ! તે સુખની લાલચે ઊલટાં અનેક દુઃખ ભેગાવ્યાં છે.' અને અનેક સ્ત્રીઓને દુઃખ આપ્યાં છે. શરીરના રૂપમાં મેહં ન પામ. શરીર પાણીના પરપોટા જેવું છે, તો તેનાથી કામના સુખની જૂઠી આશા રાખીને હિંસા, જૂઠ, ચોરી વગેરે અન્ય પાપકર્મો ન કર. હડકાયા કૂતરાના જેવી વાસના છે, કામગની બુદ્ધિ છે. ભગવડે કામબુદ્ધિને નાશ થતો નથી.
“વિષયભોગે ભેગવતાં ઊલટી કામબુદ્ધિ વધે છે અને મનને શાંતિ થતી નથી. ભૂત વળગ્યું હોય છે તે તે મંત્રના જરથી ભાગે છે, પરંતુ કામવાસનાને તે વૈરાગ્ય વિના નાશ થતો નથી. કામવાસનાની વૃત્તિને મનમાં પ્રગટતી વાર કામબુદ્ધિને વિશ્વાસ ન રાખ. કામના સમાન કેઈ મહાન શત્રુ નથી. અનેક જન્મથી તું મારે ઉપાસક છે, પણ કામવાસનાને તે પિષી છે તેથી તે તારે નાશ કરવા તૈયાર થઈ છે. એ તારા હૃદયમાં ઉત્પન્ન થનાર શુદ્ધબુદ્ધિને હટાવી દે છે. તેથી તું કામને ગુલામ બન્યા છે. રાજાઓના રાજાએ હોય પણ જેઓ કામના દાસ છે તે ગુલામે છે. જ્યાં સુધી હૃદયમાં કામ છે ત્યાં સુધી શાંતિ અને સુખ નથી.
૧૪
For Private And Personal Use Only