________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪
અધ્યાત્મ મહાવીર સ્વીકાર્યું અને તેઓને પ્રભુએ નરકગતિમાં જવાથી ઉગારી લીધા. હજારો ચોર જેનધમી ભક્ત બન્યા. તેઓ કૃષિકર્મ વગેરે કર્મોથી આજીવિકા ચલાવવા લાગ્યા અને ધર્મે નીતિથી. પ્રભુનું ધ્યાન ધરી જીવન ગાળવા લાગ્યા. લાખો પાપી અને પ્રભુએ દર્શનમાત્રથી ઉદ્ધાર્યા. રતિસારને પ્રતિબોધઃ
પ્રભુએ સૂર્ય ગામની પાસે મહીકાંઠા પર મુકામ કર્યો. ત્યાં એક મહાવ્યભિચારી રતિસાર નામને ઠાકોર રાજ્ય કરતો. હતો. તે અનેક રૂપવતી સ્ત્રીઓને સપડાવી તેઓને શિયળથી ભ્રષ્ટ કરતે હતે. તે તમે ગુણી દેવીની ઉપાસના કરીને તેઓ વડે રૂપવતી સ્ત્રીઓને પોતાના તાબે કર્તા હતા. પ્રભુએ કરુણા કરીને તેને ઉદ્ધાર કરવા માટે તેના સ્થાન પાસે મુકામ કર્યો. રતિસારે પ્રભુને અન્યત્ર જવા કહ્યું, પણ પ્રભુ ત્યાં જ સ્થિર રહ્યા. રતિસાર કોધ કરીને તલવારથી પ્રભુને મારવા દેડ્યો, પણ તે
ત્યાં થંભી ગયો. તેણે દેવીઓ બોલાવી, પણ તે ત્યાં આવી પ્રભુને દેખી ધ્રૂજવા લાગી અને પ્રભુને કાલાવાલા કરવા લાગી.
પ્રભુએ રતિસારને કહ્યું કે, “હે રતિસાર !તારી શક્તિ ક્યાં ગઈ? કેમ અહીં આવી શકતો નથી ? તે અનેક સ્ત્રીઓનાં શિયળ ભ્રષ્ટ કર્યા છે. હે દેવીઓ ! તમે મહાપાપ કર્યું છે. તમેએ પાપીને પાપ કરવામાં સહાય કરી છે. પ્રભુએ રતિસારને કહ્યું કે, “હે રતિસાર! શરીરના રૂપથી તું મોહ પામ્ય છે, પણ શરીરનું રૂપ ક્ષણિક છે. ચામડીના રંગમાં મેહ પામવાથી કદાપિ સત્ય સુખ મળનાર નથી. કાયાના નવ દ્વારમાં અશુચિ ભરેલી છે. દુર્ગધથી ભરેલા એવા શરીરના રંગમાં મેહ કરે એ અજ્ઞાન છે. સુકમળ કેળના જેવી કાયાને વિણસતાં વાર લાગતી નથી. શરીરમાં અનેક સૂક્ષ્મ જંતુઓ ભરેલા છે. શરીરનું રૂપ બદલાય છે.
For Private And Personal Use Only