________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આધ્યાત્મિક વિકાસ
૨૭ ઘાત વગેરે અનેક પાપ પ્રગટે છે. હે લેકે ! તમે ચોરીથી કદી શાંતિ અને સુખ પ્રાપ્ત કરી શકવાના નથી. પ્રભુએ ચારો પર દષ્ટિ સ્થાપન કરી તેથી ચોરોએ પોતાના પૂર્વભવ દીઠા અને વર્તમાન ચોરી કર્મથી થનાર નરકને દેખવા લાગ્યા. નરકમાં રહેલા નારકી જાને થતી અનેક પ્રકારની વેદના દેખીને તેઓ પ્રજી ઊઠયા. નારકી જીવોના પિકારો શ્રવણ કરીને તે અત્યંત ધ્રુજવા લાગ્યા. ક્ષણમાં તેઓની આંખ ઊઘડી અને પોતાની સામે ઊભા રહેલા મહાવીર પ્રભુને તેઓએ દીઠા અને પ્રભુના ચરણમાં પડી રેવા લાગ્યા. પિતાનો નરકવાસ થવાનો છે એવું દેખી– જાણું તેઓના હોશ ઊડી ગયા. અશ્રુભરી દષ્ટિથી તેઓ કહેવા લાગ્યા કે, “હે પરમેશ્વર! આ વિશ્વના તમે રક્ષક છે. અમોએ અનેક પુરુષનાં, અનેક સ્ત્રીઓનાં અને અનેક બાળકોનાં ધન માટે ખૂન કર્યા છે. દેવીઓને બકરા વગેરે પશઓના ભેગે ચડાવ્યા છે. જૂઠું બોલવામાં બાકી રાખ્યું નથી. હે દેવ! અનેક જાતનાં અમોએ પાપ કર્યા છે, અનેક સતીઓને લૂંટી છે, કુમારિકાઓને ભ્રષ્ટ કરી છે. દારૂ પાન કરવામાં કચાશ રાખી નથી. પશુઓ અને પંખીઓને મારી તેઓનાં શરીરને ખાધા છે. હે પ્રભો ! આપના વિના અમારા જેવા પાપી રાક્ષસોને ઉદ્ધાર કરવા અન્ય કોઈ સમર્થ નથી.
હે મહાવીર પરમેશ્વર ! અમને તારે. અમે એક ઋષિના મુખથી સ ભળ્યું હતું કે અમારે ઉદ્ધાર કરવાને આપ પધારશે. હે પ્રભો ! આપના દર્શન તથા બંધથી અમારામાંથી દુિબુદ્ધિ ટળી ગઈ છે અને બુદ્ધિ પ્રગટી છે. હે પ્રભો ! અમોએ જે પાપકર્મો કર્યા તેઓને નિંદીએ છીએ અને હવે કદાપિ ચોરી વગેરે પાપકર્મોને પ્રાણાતે પણ કરીશું નહીં.' ઇત્યાદિ તેઓને પશ્ચાત્તાપ દેખીને મહાવીર પ્રભુએ તેઓના મસ્તક પર હસ્તસ્પર્શ કર્યો અને દયા કરી તેઓને ધર્મમાં વાન્યા. હજારો ચોરોએ પ્રભુને વંદન કરી પ્રભુનું શરણું
For Private And Personal Use Only