________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આધ્યાત્મિક વિકાસ
૨૦૫ ઉત્પન્ન નહીં કરશે, વ્યભિચારી લગ્ન નહીં કરશે, લક્ષ્મી, સત્તા, રાજયના ગુલામ નહીં બનશે અને રજોગુણ તેમ જ તમોગુણને જીતી જૈન બની સાત્ત્વિક ગુણી બ્રાહ્મણે થશે ત્યારથી તેઓની ઉન્નતિ થશે. વેદે અને આગામાં મારું જ્ઞાન છે એમ અનુભવી, વ્યાપક જ્ઞાની બની આત્મસામ્રાજ્યમાં વર્તશે ત્યારથી તેઓની ઉન્નતિ થશે. જ્યારથી બ્રાહાણા આત્માની ઉન્નતિ તરફ લક્ષ્ય આપશે અને સર્વ વર્ણની ઉન્નતિ થાય એવાં શિક્ષણે આપશે ત્યારથી તેઓની ઉન્નતિ થશે. જ્યારથી બ્રાહ્મણે મારા પૂર્ણ વિશ્વાસ અને પ્રેમી બનશે અને પક્ષપાત, કદાગ્રહ, દ્વેષાદિકથી રહિત થઈ આત્મચારિત્ર્યને પ્રાપ્ત કરશે ત્યારથી તેઓની ઉન્નતિ થશે. બ્રાહ્મણ જ્યારે ચડતીના હેતુઓનું અવલંબન કરશે ત્યારે ચડતીને પામશે અને અવનતિના હેતુઓનું અવલંબન કરશે ત્યારે પડતીને પામશે. ચડતી અને પડતીને આધાર વસ્તુતઃ પિતાના પર છે. મારા ભક્ત બ્રાહ્મણે દેશકાલાનુસારે વર્તે છે અને ક્રિયાજડ બનતા નથી. જે કાળે, જે ક્ષેત્રે, જે યોગ્ય લાગે તે કરે છે તે મારા સ્વરૂપની હદ બાંધતા નથી. મારા ભક્ત જ્ઞાની બ્રાહ્મણો જેને જે વિદ્યાજ્ઞાન દેવાની લેગ્યતા જાણે તેને તે વિદ્યાદાન આપે છે. મારા ત્યાગીઓની, ઋષિઓની અને આચાર્યોની ચડતી પડતીને આધારે પણ તેઓના હાથમાં. છે. મારા ત્યાગીએ જે આત્માભિમુખ બની વર્તે છે તો તેઓ આત્મસામ્રાજ્યના શાસક બને છે અને જે તેઓ મોહસન્મુખ વર્તે છે તે તેઓ પડતીને પામે છે. પડતીને ક્ષણમાં બદલી ચડતીના માગે વિચારી શકાય છે.
આ વિશ્વમાં આત્માથી અશક્ય એવું કંઈ નથી. પાપીમાં પાપી મનુષ્ય ક્ષણમાં મેક્ષાભિમુખ થાય છે. મેદવૃત્તિ એ જ કલિયુગ છે અને આત્મભાવ તે જ સત્યયુગ છે. જે યુગ. કરવો હોય તે કરી શકાય છે. મારા ભક્ત ક્ષત્રિયે આત્મશ્રદ્ધા, પ્રેમ, ધૈર્ય, પરાક્રમ, નિર્ભયતા, ઉત્સાહ, ખંત, પુરુષાર્થ રક્ષણ
For Private And Personal Use Only