________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૨
અધ્યાત્મ મહાવીર પરંપરાની પડતી છે. પરંતુ આચાર્ય, સાધુઓ પર શ્રદ્ધાપ્રેમથી તમારી ચઢતી છે એમ જાણે. તમારા ગુરુઓ પર તમારા વંશજોને જ્યાં સુધી પૂર્ણ વિશ્વાસ અને પ્રેમ છે અને તેઓની આજ્ઞા પ્રમાણે જ્યાં સુધી તમારા વંશજો વર્તાશે ત્યાં સુધી વિદ્યાપુરની વિશ્વમાં હયાતી રહેશે. વિદ્યાજ્ઞાન પ્રાપ્ત કરે અને લોકોને શીખવે તે બ્રાહ્મણ છે. એવા બ્રાહ્મણની માન-વિનયથી સેવા કરો અને તેઓને આજીવિકા વગેરેમાં અન્ન-ધનથી ભક્તિ કરો. ગરીબ, લૂલાં અને એ ધળાને ખવરાવીને ખાઓ. ક્ષાત્રધર્મ પ્રમાણે ગુણકર્મથી વર્તનાર ક્ષત્રિનું માન કરો. તેની પ્રશંસા કરો. જેઓ નામમાત્રથી વા જાતિ માત્રથી ક્ષત્રિયો છે તેઓ દેશ, કોમ, સંઘ કે રાજ્યનું શ્રેય કરવા સમર્થ થતા નથી. ગુણકર્મથી જાતિ છે. જન્મથી બ્રાહ્મણાદિ જાતિમાં જે જાતિગ્ય ગુણકર્મો હતાં નથી તો તેથી દેશ, સંઘ, રાજ્યાદિકની ઉન્નતિ થતી નથી.
“હે ભવ્ય લોક ! તમારામાં અનંત શક્તિઓ છે. આલસ્ય અને પ્રમાદથી તમારી શક્તિઓ કટાઈ ગઈ છે અને કટાઈ જશે. માટે આલસ્ય છડી ઊઠે. સત્ય પ્રેમ અને ઉત્સાહથી સર્વને એકાત્મા જાણી પ્રવર્તે. પરસ્પર એકબીજાના જીવનમાં પિતાનું જીવન માની, ભેદભાવ ભૂલી, સાથે મળી, કાર્યો કરે અને તમારું સ્વતંત્ર જીવન જાળવી રાખો. અનેક દુઃખ, સંકટ, ઉપસર્ગ સહીને કંચનની પેઠે કષ, છેદ, તાપ સહી આત્મશુદ્ધિ કરે. આત્મશુદ્ધિ કર્યા વિના તમારી સત્યાન્નતિ થનાર નથી. માટે આત્મભાવથી અને આત્મજ્ઞાનથી જાગ્રત થઈ આત્મવિશુદ્ધિ કરો. તમારું જીવન સત્યમય કરો અને મન-વાણીકાયાને અસત્યથી દૂર રાખો. સ્થૂલ મનુષ્ય શરીરનો ત્યાગ થતાં પૂર્વે ધર્મની સાધના સાધી લે. ધર્મના સામાન્ય ભેદમાં મતભેદબુદ્ધિ ન રાખે. જૈનધર્મને આરાધે. તમારા નગરમાં ભવિષ્યમાં. અનેક મહાત્માઓ સંક્રાંતિયુગપ્રસંગે પ્રકટશે. શાસ્ત્રવાસનાથી
For Private And Personal Use Only