________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આધ્યાત્મિક વિકાસ
૨૦૧ મહાત્માઓની નિંદા ન કરવી. કજિયાલાલે બની તે વડે પ્રાણાતે પણ આજીવિકા ન ચલાવવી. સ્ત્રીએ વેશ્યાકર્મ કરી જીવવા કરતાં ભરવામાં કલ્યાણ માનવું. પુરુષવર્ગે પુત્રોનું અને બાલિકાએનું બાળલગ્ન પ્રાણુતે પણ ન કરવું. શરીરનું આરોગ્ય રહે એવી રીતે આસન, પ્રાણાયામ, કસરત કરવાં તથા નિયમિત ખોરાક લેવો. બાળકોને અને બાલિકાઓને ધર્મશા શીખવવા. ચંડાલ વગેરે શૂ દ્રો પૈકી એક પણ મનુષ્યને વિદ્યાજ્ઞાન વિનાને ન રાખો. વિદ્યાગુરુઓએ વિદ્યાનો વિકય ન કરો. કન્યાવિકય અને વરવિકથી પણ વિદ્યાને વિય અધિક દેલવાળો છે. વિદ્યાર્થીઓને સર્વ જાતની વિદ્યાનું શિક્ષણ આપવું અને તેઓને સર્વ પ્રકારે શક્તિમાન બનાવવા. તે વિદ્યાપુરવાસી લકો ! મારી શિક્ષા પ્રમાણે વર્તે. વિદ્યાપુરમાંથી જૈનધર્મોદ્ધારક આચાર્યો ભવિષ્યમાં પ્રગટશે અને તેથી જેને સામાજ્યને વિશ્વમાં સર્વત્ર સંદેશે પહોંચશે. શરીરે બળવાન થાઓ. શરીરવીર્યનું એક બિંદુ પણ નકામું ન જવા દે. શરીરવીર્યના એક બિંદુની અનંતગણી કિંમત જાણે. મનમાં નકામે એક વિચાર પણ ન કરે. આત્માનું બળ પ્રાપ્ત કરો અને કામરૂપી પશુને સદા આજ્ઞા પ્રમાણે વર્તાવે. તમારી ચડતી કરવી વા તમારી પડતી કરવી એ તમારા હાથમાં છે. પરસ્પરમાં મારા સરખો પ્રેમ ધારણ કરો. વૈર, દ્વેષ, ઈર્ષાથી હજારે ગાઉ દૂર રહો. મહાત્માઓની સેવા કરો, પણ મહાત્માઓને ક્રોધી ન કરો. ગુરુના હુકમમાં અને મારા હુકમમાં ભેદભાવ ન રાખો.
તમારા પુત્રોને પ્રામાણિક કરવા માટે પ્રથમ તમે પ્રામાણિક બને. અપ્રામાણિક મનુષ્યના વંશજે દુનિયામાં જીવી શકતા નથી. છેવટે તેઓને નાશ થાય છે. તમે એકલપિટા ન બને. તમારી સંપત્તિમાંથી જેઓને આપવાલાયક કંઈ હોય તેઓને નિષ્કામબુદ્ધિથી આપો. દેવ-ગુરુ-ધર્મ પરથી તમારી શ્રદ્ધા-પ્રીતિ ઊઠવાની સાથે તમારી અને તમારી વંશ
For Private And Personal Use Only