________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૦
અધ્યાત્મ મહાવીર અને પ્રભુના ભક્ત બન્યા. પ્રભુએ તેઓને મુક્તિભાવ આપ્યું. વિદ્યાપુર-પ્રબોધ :
પ્રભુ મહાવીર પરમેશ્વર પુનઃ સાબરમતી નદીની પાસે આવેલા વિદ્યાપુર નગરમાં આવ્યા. તેમનાં દર્શન કરવા લાખો પુરુષો અને સ્ત્રીઓ આવ્યાં. પ્રભુનાં દર્શન કરી સર્વ અત્યાનંદ પામ્યાં. પ્રભુએ ભક્ત લોકોને જણાવ્યું કે, “તમો સાધુ, સંત, મહાત્માઓની સેવા કરે. સેવાધર્મથી જે ન મળી શકવાનું હિોય તે મળી શકે છે. જીવન્મુક્ત મહર્ષિઓને પ્રારબ્ધ પ્રમાણે જીવનપર્યત સેવા કરવી પડે છે. બ્રાહ્મણોએ લેકેની વિદ્યાદાનથી સેવા કરવી. ક્ષત્રિએ લકેના જાનમાલની રક્ષા કરવારૂપ સેવા કરવી. વૈશ્યએ ધનાદિકના દાનથી લોકેની સેવા કરવી. શૂ દ્રોએ લેકનાં ઉપયોગી કાર્યો કરવાં. અહંકાર, ખેર, કલેશ અને ભય છે ત્યાં સેવા નથી. જે કાળે લોકોને જે સેવાની જરૂર હોય તે કાળે લેકેની તેવા પ્રકારની સેવા કરવી. પરસ્પર લેકોએ ભેગા મળીને ધન, માલ, પશુ વગેરેની તકરારી બાબતનો અંત આણો. લોકોએ અરસપરસ એકબીજાને ગુપ્ત સહાય આપવી, ગુપ્તદાન કરવું. પ્રાણાતે પણ વિરોધ થતાં એકબીજાનાં દૂષણો પ્રગટ ન કરવાં. જે કંઈ કરવું તે મારી ભક્તિથી કરવું. મારામાં સર્વસ્વાર્પણ કરવું. એકબીજા પર કરેલા ઉપકારોને કહી બતાવવા નહીં. શારીરિક વિર્યની બ્રહ્મચર્યથી રક્ષા કરવી. સંતાનની ઉત્પત્તિ કરવાના પ્રસંગ સિવાય પુરુષોએ સ્ત્રીઓના સમાગમમાં ન આવવું. પતિ અને પત્નીએ એક શધ્યામાં ભેગાં સૂઈ રહેવું નહીં. પતિ અને પત્નીએ સંતાન
ત્પત્તિની ઇચ્છાથી સંસાર માંડે. પતિ અને પત્નીએ પ્રેમમાં, વિચારમાં, આચારમાં, મૈથુનમાં વ્યભિચારીપણું કરવું નહીં.
મિચ્યા દેવ અને દેવીઓની તૃપ્તિ માટે પશુહિંસાદિ કુકર્મો કરવાં નહીં. ગુરુ પર પૂર્ણ શ્રદ્ધા-પ્રીતિ ધારવી અને ગુરુની આજ્ઞા પાળવામાં અત્યંત ઉત્સાહથી વર્તવું. સાધુ, સંત,
For Private And Personal Use Only