________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આધ્યાત્મિક વિકાસ
૧૯ વિશ્વ તમને બાંધવા શક્તિમાન થવાનું નથી એવા તમે આત્મા એ છે એવો વિશ્વાસ રાખીને વર્તા. સ્થૂલ શરીરમાં રહેલા એવા હે લેકે ! તમે વિશ્વમાં સર્વજ્ઞ થવા મુસાફરી કરો છો, એવો નિશ્ચય રાખે. જેમાં તમને આનંદરસ પડે તેવું સર્વ કર્મ કરવાનો તમારો અધિકાર છે. જે કરવામાં તમને રસ પડતો નથી તે કરવાને તમારો અધિકાર નથી, એવો સત્ય નિયમ છે. આ સત્ય નિયમ જ મારી આજ્ઞા છે. તમને જે કર્મ કરવામાં કંટાળે આવે છે કે ગમતું નથી, અરુચિ થાય છે, તે કર્મ કરવામાં તમારે અધિકાર નથી. તમને જે રીતે આનંદરસ ઉત્પન્ન થાય તે જ રીતથી પ્રવતી આગળ વધે. જ્યાં રસ પડે ત્યાં મારું આનંદસ્વરૂપ છે. જ્યાં આનંદરસ પડે ત્યાંથી તમારા મેક્ષનો સ્વતંત્ર યોગ શરૂ થાય છે. સર્વ મનુષ્યોના રુચિ અને રસના માર્ગ અસંખ્યાત છે. જ્યાં એકને રસ પડે છે ત્યાં બીજાને રસ પડતો નથી. માટે જે ગમે તે કરો, એ જ તમારા માટે યુગ છે. તમારા માટે જે રસદાયક નથી તેમાં પ્રવર્તવું તે જ ગુલામી, પરતંત્રતા, શુષ્ક ક્રિયા તથા જડપણું છે. તેનાથી દૂર રહો. જ્ઞાન, ભક્તિ, સેવા, કર્મ, વિનય, શ્રદ્ધા, સદાચાર, વિવેક, નિવૃત્તિ વગેરે અસંખ્ય મોક્ષમાર્ગો છે. દયા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, સંતોષ વગેરે અસંખ્ય મોક્ષમાર્ગો છે. તમને જે રુચે અને
જ્યાં તમને રસ પડે ત્યાં આગળ વધો. સર્વ યેગે એ જ મારો જૈનધર્મ છે અને તેનાથી જિનધર્મની પ્રાપ્તિ થાય છે. પરબ્રહ્મ એવા મારી ઉપાસના કરે. મારું ધ્યાન ધરે. સત્તાએ હું એક છું, એક બ્રહ્મ છું. એવા મને ધ્યાવે અને આનંદરસરૂપ અમૃતનું પાન કરી અમર બને.”
એ પ્રમાણે પ્રભુએ બ્રહ્મખેટકપ્રદેશવાસી ઋષિ, બ્રાહ્મણ વગેરેને ઉપદેશ આપ્યો. એ ઋષિ, બ્રાહ્મણે જૈનધમી હતા. તેઓ શ્રી પાર્શ્વનાથના ધર્મ શાસનમાં હતા. હવે તેઓ પ્રકટ પ્રભુ પરમાત્મા મહાવીર દેવના ધર્મસામ્રાજ્યમાં આવ્યા
For Private And Personal Use Only