________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અધ્યાત્મ મહાવીર એક નગરને નાશ કરવાને કેટલાક ક્ષત્રિયે નગરની પાસે ગયા. કેટલાકે કહ્યું કે આખા નગરને બાળી ભસ્મ કરી નાખીએ, તે કેટલાકે કહ્યું કે નગરમાં પુરુષો અને સ્ત્રીવર્ગ છે તેમાં સ્ત્રીઓએ આપણે અપરાધ કર્યો નથી માટે પુરુષોને મારી નાંખીએ. કેટલાકે કહ્યું કે પુરમાં વૃદ્ધો અને બાળકોએ આપણે અપરાધ કર્યો નથી, માટે યુવકોને મારવા. કેટલાકે કહ્યું કે સર્વ યુવકો આપણે શત્રુ નથી. જેઓ અપરાધી છે તે યુવકોને મારી નાખવા. કેટલાકેએ કહ્યું કે જે યુવકોએ આપણા મનુષ્ય માર્યા હોય તેઓની તપાસ કરી તેઓને મારી નાખવા. કેટલાકેએ કહ્યું કે જે તેઓ માફી માગે અને પાછી હિંસા ન કરે તો તેઓને માફી આપવી. આખું નગર બાળવાના વિચારે. એ કૃષ્ણલેશ્યા છે, પુરુષને જ મારી નાખવા એવા વિચારો તે. નીલલેશ્યા છે, યુવકને મારી નાખવા એવા વિચારો તે કાપોતલેશ્યા છે, અપરાધી શસ્ત્રધારી યુવકોને મારી નાખવા તે પ લેશ્યા છે અને હિંસા કરનારા યુવકને પણ જે માફી માગી પશ્ચાત્તાપ કરે તો જવા દેવા તે શુકલેશ્યા છે.
“કૃષ્ણલેશ્યાના વિચારોની અપેક્ષાએ નીલેશ્યાના વિચારે શુભ છે. નીલેશ્યાના વિચાર કરતાં કાતિલેશ્યાના વિચારો શુભ છે. કાપતલેશ્યાના વિચાર કરતાં તેજલેશ્યાના વિચારો શુભ છે. તેજલેશ્યાના વિચારો કરતાં પદ્મશ્યાના વિચારે ઘણા શુદ્ધ ઉત્તમ છે અને પત્રલેશ્યાના વિચાર કરતાં શુકલ લેશ્યાના વિચારો, સંક૯પ-વિક, પરિણામે, અધ્યવસાયે, આશયો અત્યંત વિશુદ્ધ અને ઉત્તમોત્તમ છે. દરેક કાર્ય કરતાં છ લેશ્યાના પરિણામો પૈકી અમુક લેશ્યાના પરિણામ વર્તે છે તે આત્મજ્ઞાનથી પિતાને તરત જણાય છે.
સમ્યગ્દષ્ટિ અને મિથ્યાદષ્ટિ લોકોને છ લેશ્યાઓ છે. ચાર નિકાયના દેવને અને દેવીઓને છ લેશ્યા છે. તિર્યંચગતિમાં છ લેશ્યા છે. નરકમાં જીવોને છ લેહ્યા છે. કૃષ્ણલેશ્યા.
For Private And Personal Use Only