________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આધ્યાત્મિક વિકાસ
૧૯૫ પરિણામ અને ક્રિયાનું કંઈ પણ ચાલતું નથી. આત્માના જ્ઞાનપૂર્વક ભક્તિ, ઉપાસના તથા સાંસારિક કર્તવ્ય કાર્યો કરતાં આત્મા વિશુદ્ધ અને નિબંધ રહે છે.” જબુવૃક્ષનું દષ્ટાંત:
“હે ભવ્ય લેક! આ જંબુવૃક્ષ પરથી હું તમને મનના શુભાશુભ પરિણામે જે છ પ્રકારની લેશ્યા કહેવાય છે તે સમજાવું છું. પાકેલાં જાંબુફળથી ભરેલા જંબુવૃક્ષને દેખીને કેટલાક લોકોના મનમાં એ વિચાર થયો કે આ જંબુવૃક્ષને મૂળમાંથી કાપી નાખી, હેડું પાડી પછી સર્વ જાંબુફળ ખાઈએ. કેટલાક મનુષ્યોએ કહ્યું કે આખુ જંબુવૃક્ષ પાડવાની કંઈ જરૂર નથી. જબવૃક્ષના એક મોટા સ્કંધને કાપી તેડીને જાંબુફળ ખાઈએ તો સારું. કેટલાક મનુષ્યએ કહ્યું કે જંબુવૃક્ષના સ્કંધને કાપવા કરતાં ડાળું કાપી ફલ ખાઈએ તો સારું. કેટલાક મનુષ્યોએ કહ્યું કે ડાળું કાપી નાખવાની શી જરૂર છે? જાંબુનાં લૂમખાં તોડી પાડીએ, ત્યારે કેટલાક મનુષ્યોએ કહ્યું કે લૂમખાંમાં તો કાચાં અને પાકાં બને જાતનાં જાંબુફળ છે તેથી પાકા ભેગાં કાચાં ફળ નકામાં તોડવાં સારાં નહી. એવામાં કેટલાક મનુ
એ કહ્યું કે જંબુવૃક્ષ પર ચઢી પાકાં ફળ ખાઈએ, ત્યારે કેટલાક લોકોએ કહ્યું કે ઉપર ચઢી પાકાં ફળ વીણીને ખાવાને બદલે હેઠળ પડેલાં પાકાં ફળ ખાઈએ તો આપણે સર્વ ધરાઈને ખાઈ શકીએ તેમ છીએ. છ લેશ્યાઓનું સ્વરૂપ:
“આખું જંબુવૃક્ષ કાપવાના પરિણામ તે કૃષ્ણલેશ્યા છે, સ્કંધ કાપવાના પરિણામ તે નીલેશ્યા છે, ડાળી કાપવાના પરિણામ તે કાપોતલેશ્યા છે. ઝૂમખું તોડવાના પરિણામ તે તેજલેશ્યા છે. ઉપરથી પાકાં ફળ વિણવાના પરિણામ તે પ. લેશ્યા છે અને હેઠળથી ફળ વીણી ખાવાના પરિણામ તે શુકલ લેશ્યા છે.
For Private And Personal Use Only