________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અધ્યાત્મ મહાવીર
માં શિયાળાની ઋતુમાં એક મુનિ ધ્યાન ધરતા હતા. ત્યાં એક ગાડાવાળે આવ્યો. તેણે વિચાર્યું કે મુનિની ચારે બાજુએ પૂળાનું છાપરું કર્યું હોય તો સારું. તેણે ચારે તરફ પૂળાનું છાપરું કર્યું. એવામાં બીજે ગાડાવાળે આવ્યો. તેણે ખૂણાની કુટીરમાં મુનિને દેખ્યા. તેના મનમાં વિવેકવિચાર આવ્યો કે આ ઝૂંપડામાં અગ્નિના તણખા પડશે તો ઝૂંપડું બળવાની સાથે મુનિ બળી જશે. એમ વિચારી પૂળાનું ઝૂંપડું કાઢી નાખ્યું. એવામાં ત્યાં આકાશમાંથી વિદ્યાધર અને વિદ્યાધરી વિમાનમાંથી હેઠાં ઊતર્યા. તેમણે મુનિમહારાજને વંદન કરી શરીરે ચંદન વગેરે સુગંધી પદાર્થોનું વિલેપન કર્યું. તેઓ આકાશમાં ઊડી ગયાં અને ત્યાં ભ્રમરે આવ્યા, ભ્રમરેએ મુનિના શરીરને ડંસ દીધા. એવામાં ત્યાં એક ભીલ આ. તેણે ચંદન વગેરે પદાર્થો દૂર કરવા મુનિના શરીર પર જળ રેડ્યું. એવામાં ત્યાં એક બ્રાહ્મણ આવ્યું. તેણે મુનિને શીત ન લાગે તદર્થે અગ્નિની તાપણી કરી. ત્યાં એક ઋષિ હતા. તેમણે આ વૃત્તાંત દેખે. તેમણે મુનિ માટે જુદી જુદી ભક્તિરૂપ પ્રવૃત્તિ કરનારાઓને સંવર-નિર્જરારૂપ ધર્મફળ કહ્યું. કરેલું શુભ કર્મ શુભ ફળ આપે છે. ધર્મના પરિણામથી તેઓએ મુનિની જુદી જુદી રીતે પયું પાસના કરી. તેનું ધર્મફળ કહ્યું. ધર્મના પરિણામથી કાર્ય કરતાં તે મુનિના શરીરનો કદાપિ નાશ થાય તોપણ ભક્તિ અને સેવાબુદ્ધિથી ધર્મ જ થાય છે, કારણ કે ત્યાં ઉપયોગથી પ્રવૃત્તિ છે. અધર્મ બુદ્ધિજન્ય અધર્મ પરિણામથી અધર્મ કર્મબંધ થાય છે. જેવા આશયથી કાર્ય કરવામાં આવે છે તેવું ફળ પ્રાપ્ત થાય છે, બાહ્ય ક્રિયાકર્મ કરતાં મનમાં પ્રગટતા શુભ-અશુભ આશય પર ધર્માધમને આધાર છે. બાહ્ય ક્રિયાકર્મ અને શુભાશુભ આશય વિના નિષ્કામભાવથી અર્થાત્ આત્મોગથી બાહ્ય ગમે તેવાં ગણાતાં કાર્યો કરતાં શુભાશુભ કર્મ બંધ થતો નથી. આત્માના જ્ઞાનો પગ આગળ
For Private And Personal Use Only