________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આધ્યાત્મિક વિકાસ અને આત્મા તે જ મહાવીર પરબ્રહ્મ હું છું એમ પિતાપિતાને માની અંતરમાં જુએ. આત્માનું જડમાં પરિણમન ન કરે. આત્મરૂપ મહાવીરદેવનું સર્વ વિશ્વ છે. તેમાં આત્માનંદથી દેહમાં રહીને તથા દેહાતીત થઈને ખેલે. સર્વ ચમત્કારમંત્રનું ધામ તમે પોતે છે. તેથી ચમત્કારને દેખી કે બતાવી મૂંઝાઓ નહીં. અભિમાની ન બને. પ્રગટેલી ગશક્તિઓને પરમાર્થમાં સદુપયોગ કરો અને પ્રાણુતે પણ અન્ય લોકોના વિનાશાથે તેઓનો ઉપયોગ ન કરો. એવી રીતે તમે વર્તશે એટલે અનંત જ્ઞાનાદિ શક્તિઓ તરત પ્રગટશે. ઈન્દ્રજાલિક જાદુગરની પેઠે
ગવિદ્યાને ઉપાઠ કરવાની ઈચ્છા માત્ર કરતાં, પિતાની મેટાઈ દેખાડવાની ઈચછા થતાંની સાથે તથા સર્વ પદાર્થોમાં સમભાવના સ્થાને વિષમભાવ થતાંની સાથે પ્રકૃતિની માયાથી તમે આવૃત થશે. પરિણામે આગળનાં દ્વાર બંધ થશે. ગર્વ થતાં આત્માની શક્તિઓ પર કર્યાવરણને પડદો પડે છે. તમે પિતે પ્રભુ છે અને પ્રભુત્વ ખીલે છે તેમાં વિન્ન થાય એવી અહંતાથી દૂર રહો.
તમારા આત્મામાં જે શક્તિઓ છે તે જ પ્રગટ થાય છે. કર્માવરણ દૂર થવાથી જે શક્તિઓ છે તે જ પ્રકાશી નીકળે છે. એમાં આશ્ચર્ય અને અહંકાર કરવાની કંઈ જરૂર નથી. તમારા આત્માઓમાં જે શક્તિઓ છે તે સર્વમાં છે. માટે અહંકારથી દૂર રહે અને જે શક્તિઓ અને લબ્ધિઓ પ્રગટી હોય તેઓને પાસે રહેનાર પણ ખાસ કારણ વિના ન જાણે એવી રીતે અજાણ બની મૌનપણે પ્રવર્તે. ગમે તે રીતે તમને રુચે તે પ્રમાણે બાહ્યથી આજીવિકાદિ કારણમાં પ્રવર્તી અને અંતરમાં મારી સાથે એકતાનતા સાધે.
“જે જે શુભ વા અશુભ પ્રારબ્ધકર્મ ઉદયમાં આવેલાં હોય અને તેથી સુખ, દુઃખ, હર્ષ, શેકમાં સમાનતા રાખીને મારી સાથે અભેદપણે વર્તી, ચક્રની ધારા ઊંચી નીચી થાય
For Private And Personal Use Only