________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અધ્યાત્મ મહાવીર લબ્ધિઓ પ્રગટે છે અને સાત્ત્વિક મોહપ્રકૃતિને સર્વથા ક્ષય થવાથી આત્મા પૂર્ણ શુદ્ધ પરમાત્મરૂપે પ્રગટે છે.
મારા સ્વતંત્ર ધર્મશાસનમાં સર્વ પ્રકારના ત્યાગી મહાત્માઓને પરસ્પર વિચાર અને આચારભેદે શસ્ત્રયુદ્ધ, કલેશ, મારામારી કે પક્ષભેદ કરવાની કંઈ પણ જરૂર નથી. મારા શુદ્ધાત્મસ્વરૂપના જે પ્રેમી બને છે તે ગમે તેવા મત, વેષ, ક્રિયા અને આચારભેદે પણ મને પામી શકે છે અને પરમાત્મસ્વરૂપમય બને છે, એમાં અંશમાત્ર સંશય કરે નહીં.
આત્માનાં ત્યાગ અને રાગ બે શ છે. આત્મા જે કાળે, જે ક્ષેત્રે, જે શોને ઉપગ કરે છે, તેમાં તે સ્વતંત્રપણે વર્તે છે અને ત્યારે તે ચગી, પરમહંસ, મહાત્મા આદિ વિશેષણોને લાયક બને છે. વ્રત, નિયમ, આચાર, તપ, જપ, યજ્ઞ, પૂજા, દાન વગેરે સાધનો તે આત્માનાં હથિયાર છે. જે કાળે જેની જરૂર હોય અને જેનાથી મહાદિ શત્રુઓનો નાશ થતો હોય તે કાળે અને તે ક્ષેત્રે તે તે સાધનરૂપ હથિયારોનો ઉપ
ગ કરો. બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ ત્યાગાશ્રમ વગેરે આશ્રમે તથા અવસ્થાએ કિલ્લાના જેવી છે. તેમાં રહીને મોહરાજાના સૈનિકોને હરાવવા જોઈએ. જે કાળે, જે ક્ષેત્રે સ્વાધિકાર જે કિલામાં રહીને શત્રુઓને પરાજય કરવો હોય તે કિલામાં રહો. હે યોગીઓ ! મનવાણ કાયાના બાહ્ય યોગો પણ સાધનરૂપ અવલંબનોગ્ય છે. તે યુગોનો વિવેકપૂર્વક ઉપયોગ કરો. અસંખ્ય પ્રકારના યોગો છે. જેને જે રુચે તે ગ્રહ અને જે પસંદ ન પડે તેમાં પિતાને અધિકાર નથી એમ જાણું ખંડન, મંડન, વિવાદ કે પક્ષભેદમાં ન પડે અને અપેક્ષાએ ભિન્નભિન્ન અને વિવિધ યોગોમાં સાધનસાધ્ય દષ્ટિએ એકતા, ઉપયોગિતા અને સિદ્ધતારૂપ ફળ જુઓ.
હે યોગીઓ ! સર્વ પ્રકારના યોગનું મૂલ આત્મા છે,
For Private And Personal Use Only