________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૨
અધ્યાત્મ મહાવીર છે તેમ શુભાશુભ કર્મના ઉદયથી જ્ઞાનીઓને, યેગીઓને અને અજ્ઞાનીઓને બાહ્યથી લોકવ્યવહારે ઉચ્ચનીચપણું પ્રાપ્ત થાય છે. તેમાં બાહ્યથી તે બન્નેમાં શુભાશુભ કર્મના ભેગમાં એકસરખાપણું દેખાય છે, પણ આત્માની અપેક્ષાએ જ્ઞાનીઓ બાહ્યના શુભાશુભપણાથી અંતરમાં નિર્લેપ રહે છે અને અજ્ઞાનીએ શુભાશુભ હર્ષ, શોક વગેરે કષાયોને સેવી સલેપી બને છે. જ્ઞાની અને યોગીઓને મેહાદિ કષાયસાગરના મધ્યમાં રહ્યા છતાં નવીન કમને બંધ થતો નથી. હે યેગી ! પ્રારબ્ધ કર્મોને સમભાવે ભેગવે અને તે જ ભાગકાળમાં સંચિત કર્મોને દૂર કરો તથા સ્વાધિકારે પ્રવૃત્તિમાં કિયમાણ કર્મથી અબંધ રહો. એ જ સર્વ યોગોને અપકાળમાં પ્રાપ્ત કરવાની અમેઘ શક્તિ છે. આત્માને અનાદિકાળથી અન્ય કઈ બાંધવા આવ્યું નથી અને આત્માને અન્ય કોઈ છોડાવવા આવનાર નથી. આત્મા પિતાને બાંધે છે અને આત્મા જ પિતાને છોડે છે, એમ વ્યવહારનયથી ઉપચારદષ્ટિએ તમે જાણે. સદ્ભૂત નિશ્ચયાત્મદષ્ટિએ આત્મા ત્રણ કાલમાં સ્વતંત્ર શુદ્ધ બુદ્ધ મુક્ત છે. તેને કોઈ બાંધતું નથી.
“આત્માને જડ કર્મ બાંધવાને ત્રણે કાળમાં શક્તિમાન નથી એમ સમજે અને આત્મભાવમાં રમે. આત્માનું સર્વત્ર સર્વદા સર્વ વસ્તુઓના સંબંધમાં આત્મભાવે પરિણમવું– સમભાવે પરિણમવું તે મહા સત્ય સામાયિક છે.
એવા સામાયિગમાં રહો અને સર્વકમાં સમભાવે યોગીપણું દેખે અને સ્વાધિકારે બાહ્ય પારમાર્થિક કાર્યોને કરે. રાત્રિદિવસમાં ગમે ત્યાં જાઓ, ગમે ત્યાં રહે. આત્માની શુદ્ધતા કરવાનું લક્ષ્યમાં રાખીને તથા વિશ્વપ્રકૃતિમાં આત્માને ઉપચાર કર્યા વિના વિશ્વપ્રકૃતિને પ્રકૃતિરૂપ જાણુંને સ્વતંત્રપણે વિવેકથી વર્તા” યેગીઓએ પ્રભુ મહાવીર વિભુની આજ્ઞા મસ્તકે ચઢાવી અને પ્રભુના શાસન રાજ્યમાં આવ્યા.
For Private And Personal Use Only