________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આધ્યાત્મિક વિકાસ
૧૮૭ ટળવાની સાથે મારા પર ભક્તોને દઢ પ્રેમ અને શ્રદ્ધાભાવ વર્તે છે. મિથ્યામહ ટળતાં શરીરમાં આત્મબુદ્ધિ રહેતી નથી. મિથ્યાહ ટળતાં અવળી બુદ્ધિ ટળે છે અને અનેક સાપેક્ષાવાળી સવળી બુદ્ધિ પ્રગટે છે. ત્યારે આત્મા સર્વ વસ્તુઓને અનેક દષ્ટિબિંદુઓથી દેખે છે અને સર્વ પ્રકારના અજ્ઞાનથી બંધાયેલા મત, કદાગ્રહ અને મેહથી રહિત થાય છે. આત્માને આત્મા તરીકે અને જડને જડ તરીકે જાણવામાં મિથ્થાબુદ્ધિ ટળતાં અપાય (વિદ્મ) નડતો નથી. મિથ્યા નાસ્તિક બુદ્ધિ ટળતાં સત્ય દષ્ટિ ખીલે છે.
ઉપશમસમ્યકત્વદષ્ટિથી આત્મા પર અને અન્યાત્માઓ પર સત્ય પ્રેમ પ્રગટે છે. ધર્મ પર અત્યંત રુચિ પ્રગટે છે, મારા પર અત્યંત રુચિ પ્રગટે છે અને સાધુસંતની સંગતિ વિના બિલકુલ ગમતું નથી. મેરુપર્વત જેટલા ધનના ઢગલા પણ આત્માની આ ળ ધૂળનાં ઢેફાં જેવા જણાય છે. જે જે વસ્તુ ઓથી પૂર્વે મૂંઝાવાનું થતું હોય છે તે ઉપશમસમ્યકત્વ પ્રાપ્ત કર્યા પછી મૂંઝાવાનું થતું નથી. અનંત કોધમાનમાયા-લોભનો ઉપશમ કર્યા પછી પુનઃ તે પ્રકૃતિનો ક્ષય કરતાં વારંવાર આત્મબુદ્ધિ પ્રવર્તે છે. જડ વસ્તુઓનો મેહ કઈક વાર થાય છે અને પાછો ટળી જાય છે. જડ વસ્તુઓ ઉપર આસક્તિ થાય અને પુનઃ ટળે, દેવ-ગુરુ-ધર્મ પર પ્રેમ થાય અને પુનઃ ટળે, પુનઃ પ્રેમ પ્રગટે, મારા પર પૂર્ણ શ્રદ્ધા–પ્રેમ થાય, પુનઃ થોડી વાર ટળી જાય, પુનઃ શ્રદ્ધા પ્રેમ થાય—એવી દશાની દૃષ્ટિને ક્ષયોપશમ સમ્યગ્દષ્ટિ જાણવી. વારંવાર અસંખ્યાત વખત આત્માની શ્રદ્ધા–પ્રીતિ થાય, ટળે, પુનઃ શ્રદ્ધા-પ્રેમ થાય એવી દષ્ટિવાળા છે સદાકાળ એકસરખા શ્રદ્ધાપ્રેમવાળા ભક્ત રહી શકતા નથી. એક ભવમાં એક મનુષ્યને અસંખ્યાત, વાર ક્ષપશમ સમ્યગ્દષ્ટિ પ્રાપ્ત થાય છે. ગૃહસ્થ અને ત્યાગીઓ ઉપશમ અને પશમ સમ્યગ્દષ્ટિને પ્રાપ્ત કરી શકે છે. સાત
For Private And Personal Use Only