________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮. આધ્યાત્મિક વિકાસ
કચ્છ, મહામળ, વ્યક્ષ વગેરે ઋષિઓએ પ્રભુને પૂછ્યું કે, “ હે પ્રભુ! ! આત્મા સર્વજ્ઞ પરમાત્મા અને તેવા ઉપાયેા દર્શાવે.’ પ્રભુ મહાવીરદેવે કહ્યું કે, કચ્છ, મહાખલાદિ ઋષિએ ! રાગદ્વેષની પરિપૂર્ણ ક્ષીણતાથી કેવલજ્ઞાનના પ્રકાશ થાય છે. આત્મામાં અનાદિકાલથી કેવલજ્ઞાન રહેલું છે, પરંતુ તેના પર જ્ઞાનાવરણ આવેલુ છે. જ્યાં સુધી મેહ અને અજ્ઞાન છે ત્યાં સુધી જ્ઞાનાવરણના સર્વથા નાશ થતા નથી. પ્રથમ વ્યવહારસમ્યકત્વને આત્મા પ્રાપ્ત કરે છે અને દેવગુરુની આરાધના કરે છે. પશ્ચાત્ નિશ્ચયસમ્યકત્વની પ્રાપ્તિ થાય છે. અનંતાનુબંધી ક્રાધ, માન, માયા અને લેાભ તથા સમકિત મેાહનીય, મિશ્ર મેાહનીય અને મિથ્યાત્વમેાહનીય એ સાત તમેગુણી પ્રકૃતિના જ્યારે ઉપશમ થાય છે ત્યારે ઉપશમ સમ્યકત્વષ્ટિને પ્રકાશ થાય છે. અનંતાનુબંધી ક્રાધ-માન-માયા-લેાભથી ચારિત્રગુણ પ્રાપ્ત કરવાની ઇચ્છા થતી નથી તથા મારા પર અને ત્યાગી સંત ગુરુએ પર પ્રેમ પ્રગટતા નથી. ત્યારે મારી ભક્તિ કરવાની રુચિ પણ પ્રગટતી નથી. જેનેા નાશ ન થાય. અર્થાત્ પ્રખળ જ્ઞાન, ધ્યાન, ભક્તિ, તપ, ભાવના વિના જેના અંત ન આવે એવા કર્મના બંધ કરાવનાર અનતાનુબંધી ક્રેાધ-માન-માયાલાભ છે. ચાર પ્રકારના અનંતાનુબંધી કષાયના ઉપશમ જ્યાં સુધી હાય છે ત્યાં સુધી આત્માની પ્રતીતિ થાય છે અને આત્માનંદની ઝાંખીના અનુભવ આવે છે. ત્યારે આત્માને આનંદ તે જ સત્ય છે, એમ નિશ્ચય થાય છે.
For Private And Personal Use Only