________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાજધર્મ
૧૩ વર્તનથી દૂર રહે અને સભ્ય વર્તનથી જી. કુમતિની પ્રેરણા પ્રમાણે વર્તવામાં અધર્મની ઉત્પત્તિ છે અને શુદ્ધ બુદ્ધિની પ્રેરણા પ્રમાણે વર્તવાથી ધર્મ છે, એમ નિશ્ચય કરી પ્રવર્તે. સંઘબળથી દુષ્ટ શત્રુઓનો પરાજય કરો. પરસ્પર એકબીજા પર આવી પડેલાં દુઃખ સંકટ દેખીને પિતાનાં જ દુઃખ સંકટ ટાળવાના સ્વાથી ન બનો. એકના દુઃખમાં સંઘને દુઃખ માને અને સંઘના દુઃખમાં એક પિતાને પણ દુઃખ અને વિપત્તિ જાણે.
“વિપત્તિ અને સંકટના સમયમાં કાયર બની અને ગભરાઈ જઈ સ્વધર્મથી પતિત ન બને. અધમ દુષ્ટ લોકોની તાબેદારી ઉઠાવવા કરતાં મરવાનું પસંદ કરો. સંઘની શક્તિઓ વડે પિતાનું અને અન્યનું કલ્યાણ કરે. ત્યાગી અને ઋષિવર્ગના નાશથી ગૃહસ્થવર્ગની પડતી અને નાશ છે. ગૃહસ્થવર્ગની પડતી અને નાશથી ત્યાગીવર્ગને છેવટે નાશ છે. જ્ઞાની બ્રાહ્મણ સંઘના નાશથી ક્ષત્રિયાદિ ત્રણ વર્ગને નાશ છે. ક્ષત્રિયવર્ગની પડતી તથા નાશથી બ્રાહ્મણ, વૈશ્યાદિ વર્ગનો નાશ છે. સ્ત્રીવર્ગની પતિત દશાથી પુરુષવર્ગની પતિત દશા થાય છે. પુરુષવર્ગની પતિત દશાથી સ્ત્રીવર્ગની પતિત દશા થાય છે. એક વર્ગની પડતીમાં અન્ય વર્ગની પડતી છે અને એક વર્ગના નાશમાં અન્ય વર્ગને નાશ છે એમ જાણી પરસ્પર એકબીજા ઉપર ઉપગ્રહ (ઉપકાર) કરે.
“એક મનુષ્યના સુખદુઃખની અસર વિશ્વમાં થોડીઘણી સર્વ ઉપર થાય છે, માટે અન્ય મનુષ્યોને સહાય કરો. પિતાના પગ પર ઊભા રહો. પિતાને કરવા ગ્ય કાર્યો કરવામાં અન્યની સહાયતાનો વિશ્વાસ રાખી બેસી ન રહો. દેશ, સંધ અને ધર્મ સંબંધી કાર્યોમાં સર્વે ભેગા મળે અને મહિને વશ થઈ ફાટફૂટ ન કરો. અન્ય તરફથી અપમાન, સંકટ વગેરે સહ, પણ દેશ અને સંઘાદિકનો દ્રોહ ન કરો. ઉપસર્ગ, પરીષહ, દુઃખ સહીને કઠિન બને અને પિતાના વંશજેને
For Private And Personal Use Only