________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૨
અધ્યાત્મ મહાવીર જીવન ગાળ અને સ્વાધિકારે ધર્મને પાળ. તથા લોકોમાં પ્રગટતા અનેક દુર્ગુણોને ખાળ. મારા ભક્તોમાં જીવતી ભક્તિ, જીવતો સેવાધર્મ અને કહેણી કરતાં રહેણનું જીવન વર્તશે ત્યાં સુધી તેઓ મારા જૈનધર્મની મહત્તા જાળવશે.
“હાલ દેવલેમાંથી મારા ભક્ત એવા હજારો અને લાખ દેવો અને દેવીઓ વિશ્વમાં જન્મ્યા છે. તેઓ મારી આજ્ઞા પ્રમાણે વતી અને ઋષિ મુનિ, ત્યાગી, ગૃહસ્થ, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય શૂદ્ર વગેરે રૂપે પ્રવતી, સર્વ વિશ્વમાં વિચરી તેઓ સર્વ લોકોને ઉદ્ધાર કરશે અને વિશ્વમાં પ્રેમ, સ્નેહ, સત્ય, ભક્તિ, સેવા, જ્ઞાન, કર્માદિનું દિવ્ય સામ્રાજ્ય પ્રવર્તાવશે.”
પ્રભુ આમ જે વખતે ચિત્રદુર્ગના લોકોને ઉપદેશ દેતા હતા તે કાળે એક મહાકાય હાથી આવ્યો અને તેણે કમલથી પ્રભુની પૂજા કરી તથા ત્રણ પ્રદક્ષિણા દઈને પ્રભુને નમન કર્યું. તેણે પોતાના ઉદ્ધાર માટે પ્રભુને પ્રાર્થના કરી. તેણે પ્રભુના ચરણમાં મસ્તક મૂક્યું. પ્રભુએ તેના મસ્તક પર હસ્ત મૂકી તેનો ઉદ્ધાર કર્યો. તે હાથી દેવલોકમાં દેવ થે. ચિત્રદુર્ગના રાજા તથા લોકોએ પ્રભુ મહાવીરનું શરણ સ્વીકાર્યું. પ્રભુએ સર્વ લોકોને પોતાના ભક્ત બનાવ્યા. મેદપાટ દેશના લોકોને ધર્મોપદેશ:
પ્રભુ મહાવીરે મેદપાટદેશના અને આઘાટને લોકોને દર્શન પૂજાનો લાભ આપે અને તેમને ઉપદેશ દીધું કે, “હે લેકે ! તમે સ્વાશ્રયી બનો, વિવેકપૂર્વક વર્તે, અધર્મની પ્રવૃત્તિથી દૂર રહો. તમારી શુદ્ધ બુદ્ધિ જે કહે તે પ્રમાણે વર્તો.. શરીરનાં બાહ્ય શૃંગારો અને ઘરેણુની કિંમત ન આંકે, પણ આત્માના સગુણેની કિંમત આંકો. પહાડી દેશમાં રહીને શારીરિક, માનસિક તથા આત્મિક બળને ખીલાવો. પિતાના ઉપરી રાજા અને ગુરુની તથા વૃદ્ધોની સલાહ માનો. અસભ્ય.
For Private And Personal Use Only