________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાજધર્મ
૧૮૧ દૈવિક સહાય મળશે. આર્ય લોકોમાં અનાદિકાળથી સનાતન જૈનધર્મ પ્રવર્યા કરે છે.
- “હે રાજન ! આર્યધર્મ તે જ જૈનધર્મ છે. વેદોનાં સર્વ રહસ્યોનો જૈન ધર્મમાં અંતર્ભાવ થાય છે. ગૃહસ્થ ધર્મ અને ત્યાગધર્મ સ્વાધિકારે આચરે. મારા જ્ઞાની ત્યાગીઓને વ્રત, નિયમ વગેરેની સ્વતંત્રતા છે. તેઓ જેમ ઈચ્છામાં આવે તેમ -વર્તે છે અને વર્તશે. સેંકે સિકે, તેમાં પણ વીસ વીસ વર્ષના યુગે ત્યાગીઓ અને ગૃહસ્થમાં દેશકાલાનુસારે આચારપ્રવૃત્તિમાં ફેરફારવાળાં પરિવર્તન થયા કરે છે અને જ્ઞાનીઓ યોગ્ય લાગે તેમ વર્તે છે. તેમને અમુક વ્રત, નિયમ, આચાર, વેબ કે મતનું સદા નિયત પણું નથી. ત્યાગ, વૈરાગ્ય અને રાગાદિક સર્વે મનના ધર્મ છે. ષિઓ ચાહે તેમ વર્તે છે. તેઓ વિચાર અને આચારમાં સ્વતંત્ર છે. આર્ય લોકો વૃદ્ધાવસ્થા પ્રાપ્ત થતાંની સાથે સર્વ લોકોનું ભલું કરવાનો સેવાધર્મ અંગીકાર કરે છે. ગૃહસ્થધર્મથી જે પુરુષ અને સ્ત્રીઓ મુક્ત રહે છે તેઓ ઘરની બહાર ઝૂંપડાઓમાં, નદીકાંઠે, વનમાં, બાગમાં, સરોવરકઠે વાસ કરે છે અને પારમાર્થિક કાર્યોમાં ભાગ લે છે. તે સાધુઓની અને ઋષિઓની સેવા કરે છે. તે બાલાકો ને બાલિકાઓને વિદ્યાદાનાદિક પરમાર્થ કાર્યો કરે છે અને મેહરહિત જીવન ગાળે છે.
આ ઘેર ઘેર આર્યધર્મને પ્રગટાવે છે. આ સર્વ પ્રકારના વિદ્યાબળથી યુક્ત રહે છે. તેઓ સગુણીઓની કદર કરે છે. તેઓ અધમીઓને ઉદ્ધારવા પ્રયત્ન કરે છે. આર્ય સંઘમાં સદા મારો વાસ છે. આર્ય સંઘ તે જ મહાજન વર્ગ છે. આર્યોનાં ઘરોમાં દેવીઓ અને દેવો અવતરે છે. આર્યોનાં ઘરોમાં અનેક સત્ય, દયા, પ્રેમાદિક ધાર્મિક શુભ યજ્ઞો થયા કરે છે. આ વિદ્યાજ્ઞાન અને ક્ષાત્રબડાથી સદા ભરપૂર રહે છે. હે રાજન ! સર્વ પ્રકારના આર્યલેખકોની પ્રગતિમાં આત્મ
For Private And Personal Use Only